રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતમાં ત્રણ દિવસથી આકાશમાંથી વરસી રહેલા ગોળાએ રહસ્ય સર્જ્યુ છે. લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભય અને દહેશત પ્રસરી ગઈ છે. આખરે લોકો જાણવા ઉત્સુક છે કે, આકાશમાંથી સતત એક જ પ્રકારના ગોળા કેવી રીતે પડી રહ્યા છે અને માત્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જ કેમ પડી રહ્યાં છે. આ અવકાશી ગોળાનુ શુ રહસ્ય છે, લોકો આ ગોળાના એલિયનના પદાર્થ સાથે સરખાવી રહ્યાં છે. ખેડા, આણંદ બાદ હવે વડોદરામાં આકાશમાંથી ગોળા વરસ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોઈચા ગામે ખેતરમાં ગોળો પડ્યો
આણંદ, નડિયાદ બાદ હવે વડોદરામાં પણ અવકાશમાંથી ગોળા પડવાની ઘટનાએ કુતૂહલ સાથે રહસ્ય સર્જ્યુ છે. લોકોમાં હવે ડરનો માહોલ છે. હજુ સુધી ગોળા અંગે કોઈ જાણકારી મળી નથી. જેથી ગોળનું રહસ્ય વધુ ઘેરાયું છે. વડોદરાના પોઈચા ગામે ખેતરમાં આકાશમાથી પડેલો પદાર્થ મળી આવ્યો છે. ખેતરમા અવકાશી પદાર્થ પડતાં તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. મધ્ય ગુજરાતમાં અવકાશીય ગોળા પડવાનો સિલસિલો સતત યથાવત છે. ધાતુ જેવા પદાર્થથી બનેલો અવકાશી ગોળા વરસી રહ્યાં છે. સાવલી પોલીસે અવકાશી પદાર્થનો કબજો લીધો છે. સાવલી પોલીસે FSL અને ઊચ્ચ અધિકારીઓને આ વિશે જાણ કરી છે. 


આ પણ વાંચો : પાલનપુર પાસે બસ અને ટ્રકની ટક્કર, આગળ બેસેલા 3 મુસાફરોના મોત, આંકડો વધે તેવી શક્યતા


છેલ્લા ત્રણ દિવસથી અવારનવાર આ પ્રકારની ઘટના બનતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ ફેલાયો છે. સૌથી પહેલા દાગજીપુરાગામની સીમમાં ગુલાબના ખેતરમાં તેમજ ખાનકુવા ગામની સીમમાં ખેતરમાં તેમજ શિલી જીતપુરામાં ખેતરમાં છતના પતરા તોડી આકાશમાંથી ગોળા પડ્યા હતા.  જેના બાદ ભૂમેલ ગામમાં પણ આવો જ ગોળો મળી આવ્યો હતો. જેથી લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભય અને દહેશત પ્રસરી જવા પામી હતી. ફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 


આ પણ વાંચો : સમય આવી ગયો છે કે યુવતીઓ આત્મરક્ષા શીખી લે, મોરબીમાં છૂરાબાજી-કરાટે-લાઠીબાજી શીખવાડાયું


એફએસએલ અધિકારી દ્વારા ગોળાઓની ચકાસણી કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે આ ગોળા સેટેલાઇટમાંથી છુટા પડેલા સ્પેસ બોલ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ ગોળા વજનમાં બહુ હલકા છે. ફૂટબોલની સાઈઝથી થોડા મોટા અને ગોળાની બંને તરફ મોઢાના ભાગ વેલ્ડીંગ કરાયેલા છે. આ ગોળા ખુબ જ મજબૂત છે. આકાશમાંથી પડવા છતાં આ ગોળાઓ અકબંધ છે કોઈ નુકસાન થયું નથી. જેથી તે વિશેષ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હોવાનું અનુમાન છે. 


આ અંગેની ચકાસણી માટે સંબંધિત વિભાગ અને એજન્સીઓને જાણ કરવામાં આવી છે. આકાશમાંથી ભારેખમ ગોળા પડતા કોઇ જાનહાનીની સમાચાર સામે આવ્યા નથી. કારણ કે તે ગોળા ખાલી ખેતરમાં પડ્યા હતા. 


આ પણ વાંચો : 


રાહતનો શ્વાસ લો તેવા સમાચાર, જલ્દી જ ગુજરાતમાંથી ગાયબ થઈ જશે ગરમી