ઝી બ્યુરો/સોમનાથ: 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે સોમનાથ મંદિર, એ એટલું સમૃદ્ધ છે કે ઉત્તર પશ્ચિમથી આવતા આક્રમણકારીની પહેલી નજર સોમનાથ પર જતી હતી કેટલીય વખત સોમનાથ મંદિર પર હુમલા થયા અને લૂંટવામાં આવ્યું કહેવામાં આવે છે કે પહેલા એક મંદિર અસ્તિત્વમાં હતું બીજી વખત  સાતમી સદીમાં વલ્લભીના રાજાઓએ આ મંદિર બનાવડાવ્યું, આઠમી સદીમાં ગવર્નર જુનાયદે તેને તોડવા માટે પોતાની સેના મોકલી તે બાદ પ્રતિહા નાગર રાજ ભટે 15 મી સદીમાં તેને ત્રીજી વકત બનાવડાવ્યું , તેના અવશેષો પર માલવાના રાજા અને ગુજરાતના રાજા ભીમદેવ એ ચોથી વખત નિર્માણ કરાવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વર્ષ 1026માં મહેમૂદ ગજ્નબીએ સોમનાથ મંદિરને તોડી નાખ્યું હતું 
કહેવામાં આવે છે કે અરબ યાત્રી અલબરૂનીએ પોતાની યાત્રામાં તેનો ઉલ્લેખ કર્યો હતો તેને જોતા ગજ્નબીએ 5000 સાથીઓ સાથે મંદિર પર હુમલો કરી દીધો હતો આ હુમલામાં તેણે મંદિરની સંપત્તિ લૂંટી અને હુમલામાં 1000 લોકો પણ માર્યા ગયા હતા ત્યારબાદ તેનું બાંધકામ 1169માં ગુજરાતના રાજા કુમારપાલ એ કરાવ્યું હતું . વર્ષ 1257માં જ્યારે દિલ્હી સલ્તનતે જ્યારે ફરી હુમલો કર્યો ત્યારે તેને ફરી પાડવામાં આવ્યું ત્યારબાદ ઔરંગઝેબે 1706માં ફરીથી પાડી નાખ્યું.



વાત કરીએ બાણસ્તંભની
તો છઠ્ઠી શતાબ્દીથી મોજુદ છે બાણસ્તંભ. દિશા બતાવનારો સ્તંભ છે બાણસ્તંભ. લગભગ 6ઠ્ઠી શતાબ્દીથી આ સ્તંભનો ઉલ્લેખ મળે છે મતલબ 1420 વર્ષ પહેલા આ સ્તંભના હોવાનો સબૂત મળે છે. તેનો મતલબ એ કે સ્તંભ 6ઠ્ઠી શતાબ્દીથી અહિં મોજુદ છે. કદાચ એટલા માટે જ આ સ્તંભનો ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ એ કોઇ નથી જાણતું કે તેનું નિર્માણ ક્યારે થયું હતું, કોણે કરાયું હતું અને કેમ  આ સ્તંભમાં એ રહસ્ય છૂપાયેલું છે જે લોકોને હેરાન કરી દે છે જાણકારો અનુસાર આ એક દિશા બતાવનારું સ્તંભ છે. જેમાં સમુદ્રની તરફ ઇશારો કરતું એક બાણ મોજુદ છે. અને એટલા માટે કદાચ તેને બાણસ્તંભ કહે છે.



આ સ્તંભ પર લખ્યું છે 
આસ્મુદ્રાંત દક્ષિણ ધ્રુવ પ્રયત અબાધિત જ્યોતિમાર્ગ
જેનો મતલબ થાય છે આ સમુદ્રના અંત સુધી દક્ષિણ તરફ વગર કોઇ રોકાણે એક રસ્તો છે. મતલબ સમુદ્રના આ બિંદુથી એક સીધી રેખામાં કોઇ રોકાણ નથી , મતલબ કોઇ ટાપુ કે દ્વીપ નથી સામાન્ય ભાષામાં સમજવામાં આવે તો સોમનાથ મંદિરના એ સ્તંભથી લઇ દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકા સુધી એક સીધી રેખા બનાવવામાં આવે તો વચ્ચે એક પણ ટાપુ નથી આવતો  જો કે શ્લોકમાં ભૂખંડનો ઉલિ્લેખ કરવામાં નથી આવ્યો


પરંતુ વગર કોઇ રુકાવટે સમુદ્રનો રસ્તોનો મતલબ એ કે વચ્ચે કોઇ પહાડ નથી . હવે વિચારવા જેવી બાબત એ કે એ સમયમાં ન તો હવાઇ જહાજ હતું ન તો ડ્રોન ત્યારે કેવી રીતે આ વાતની ખબર પડી હશે કે આ સમુદ્રી રસ્તામાં એન્ટાર્કટિકા સુધી કોઇ ટાપુ નથી આ એક રહસ્ય છે, જો કે તે સેટેલાઇટથી પણ જાણી શકાય છે પણ સેટેલાઇટ માટે તે સમયે તો કોઇને વિચાર પણ નહિ હો તો આખરે કેવી રીતે લોકોને તે વાતની ખબર પડી હશે કે આ રસ્તામાં કોઇ ટાપુ નથી આ વિચારવા જેવી વાત છે તેનાથી ખબર પડે કે આપણા પૂર્વજો નકશો બનાવવામાં કેટલા માહિર હતા એ પણ ત્યારે જ્યારે તેમની પાસે કોઇ ટેકનીક નહોતી, કે ન તો ગુગલ મેપ જેવી કોઇ એપ પરંતુ ધરતી નો પહેલો નકશો બનાવવાનો શ્રેય ગ્રીક વૈજ્ઞાનિક ન્ક્ઝીન મેન્ડરને આપવામાં આવ્યો છે પરંતુ આ નકશો પૂરો નહોતો કેમ કે તેમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ નદારક હતા.



નકશામાં એ જ જમીન બતાવવામાં આવી હતી જ્યાં માણસોની આબાદી મોજુદ હતી .જ્યારે દુનિયાનો વાસ્તિવક નકશો તો હેનરિસ્ક માકલિસે 1490ની આસપાસ બનાયો હતો એટલે કે આ સ્તંભના બનાવવાના કેટલાય વર્ષો પછી કેટલાક લોકોનું માનવું છે કે જ્યારે આ સ્તંભ લગાવવામાં આવ્યો હતો ત્યારે કોઈ પણ પ્રકારનો ટાપુ પણ મોજુદ નહોતો પરંતુ સમયની સાથે પ્રકૃતિ અને ભૂગોળ બદલાયું છે.



તો થોડો ઘણો ફરક ચોક્કસ પડ્યો હશે  પરંતુ તેમ છતાં એ સૌથી મોટી વાત છે કે તે સમયે ખગોળ વિદોને તે જાણકારી ચોક્કસ હતી કે દક્ષિણ ધ્રુવ ક્યાં છે અને ધરતી ગોળ છે અને આથી તેઓ એ કહેવામાં કામયાબ થયા કે સોમનાથ મંદિર થી કોઇ પણ રુકાવટ વગર સીધો રસ્તો દક્ષિણ ધ્રુવ તરફ જાય છે જો કે તે એક રહસ્ય છે કે કઇ ટેકનિકથી મદદથી કે તે સમયે આ જાણવામાં આસાની થઇ હવે દક્ષિણિ ધ્રુવથી જ્યાં સીધી રેખા મળે છે ત્યાં દક્ષિણ ધ્રુવ સ્થાપિત છે જેને ભારતના 12 જ્યોતિર્લિંગમાં પહેલાં માનવામાં આવે છે તેવી જ રીતે સ્તંભ પર લખેલી અંતિમ લાઇન અબાધિત જ્યોતિમાર્ગ એક રહસ્ય જેવી જ છે.



કેમ કે આ અબાધિત માર્ગ સમજમાં આવે છે અને જ્યોતિમાર્ગ શું છે તે સમજમાં નથી આવતું આ વાત વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય બનેલી છે પૃથ્વી ગોળ છે તે વાતની શોધ યુરોપના કેટલાક વૈજ્ઞાનિકોએ કરી હતી પરંતુ ભારત પાસે આ જાણકારી ખૂબ પહેલાંના સમયથી હતી જેના પ્રમાણ પણ મળે છે. આ જાણકારી ના આધાર પર આર્યભટ્ટ એ સન 500 આસપાસ કુલ  પૃથ્વીનો વ્યાસ 40 હજાર 168 કહ્યો હતો આજની અત્યાધુનિક તકનીકથી મદદથી પૃથ્વીનો વ્યાસ 40,075 કિમી માનવામાં આવે છે.  



તેનો મતલબ એ થયો કે  આર્યભટ્ટના આકલનમાં ખૂબ ઓછો ફર્ક હતો હવે સવાલ એ ઉઠે છે કે લગભગ 1.5 હજાર વર્ષ પહેલા આર્યભટ્ટ પાસે આ જાણકારી ક્યાંથી આવી , શું તેમની પાસે એવી કોઇ ચીજ હતી જેનાથી તેઓ ઓળખી શકે અને જો એવું કઇ નહોતું તો કઇ એવી ટેકનીક હતી જેનાથી આર્યભટ્ટે પૃથ્વીના વ્યાસની જાણકારી મેળવી હતી