નડ્ડાનો ગુજરાત પ્રવાસ: ભાજપ અધ્યક્ષે કહ્યું કોંગ્રેસ હવે ભાઇ બહેનની પાર્ટી બની ચુકી છે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા હાલ ગુજરાતના પ્રવાસે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જે.પી નડ્ડાનું ભાજપની ટોપી પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પેજ સમિતીનું મહત્વન દરેક કાર્યકરને સમજાવ્યું હતું. ઘર ઘર ભાજપ કઇ રીતે પહોંચી શકે તેનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત ભાજપનાં તમામ દિગ્ગજ નેતાઓથી માંડીને સેંકડો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
અમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા હાલ ગુજરાતના પ્રવાસે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જે.પી નડ્ડાનું ભાજપની ટોપી પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પેજ સમિતીનું મહત્વન દરેક કાર્યકરને સમજાવ્યું હતું. ઘર ઘર ભાજપ કઇ રીતે પહોંચી શકે તેનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત ભાજપનાં તમામ દિગ્ગજ નેતાઓથી માંડીને સેંકડો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
અમદાવાદનાં ઇતિહાસમાં 2 મેયર જ એવા થયા જેમણે સરકારી રોયલ બંગ્લામાં જવાનો સ્વેચ્છાએ ઇન્કાર કર્યો
યુનિવર્સિટીકન્વેન્શન હોલમાં આયોજીત કાર્યકર્તા સંમેલનમાં પહોંચેલા ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાએ કહ્યું કે, મને આજે ગુજરાતના વરિષ્ઠ કાર્યકર્તાઓને મળવાની તક મળી છે. હું આ તપોભુમિને નમન કરૂ છું. બધાને ભાજપના કાર્યકર હોવાનું સૌભાગ્ય નથી મળતું. બીજી પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો પણ ઘણા મારા મિત્રો છે. તેથી ત્યાં શું સ્થિતિ છે તેતે અંગે હું સારી રીતે જાણુ છું. કોંગ્રેસ તો હવે ભાઇ બહેનની પાર્ટી જ બની ચુકી છે. અગાઉ રાજકીય પક્ષો સત્તાનો ઉપયોગ કરીને પોતાનો જ વિકાસ કરતા પરંતું હવે સત્તાનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં અને દેશના વિકાસ માટે થઇ રહ્યો છે.
જેલ અધિક્ષકે બનાવી સેક્સ જેલ, વિદેશી મહિલા કેદી સાથે બેરેકની અંદર જ હવસની ભૂખ સંતોષી
કોરોનાકાળ દરમિયાન બીજી પાર્ટીના નેતાઓ માત્ર અને માત્ર અને માત્ર ટ્વીટર પર જ જોવા મળતા હતા. જો કે ભાજપ જ એક માત્ર એવી પાર્ટી હતી જેના કાર્યકર્તાઓ કોરોના કાળમાં પણ ગ્રાઉન્ડ પર જોવા મળતા હતા અને નેતાઓ પણ ગ્રાઉન્ડ પર હતા. નડ્ડાએ જણાવ્યું કે, પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, આજે ગુજરાત આવવાનું સૌભાગ્ય મળ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને તમામ સાંસદ, ધારાસભ્યોને મળ્યો હવે કાર્યકર્તાઓને મળીશ. ભારતની રાજનીતિનો સવાલ છે ત્યારે ગુજરાત હંમેશાથી પક્ષ માટે પ્રયોગશાળા રહી છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યારે સમગ્ર ગુજરાતની છબી વિશ્વ સ્તરે પ્રસિદ્ધ થઇ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube