યોગિન દરજી/ નડિયાદ: નડિયાદ કોર્ટે આજે બે મહત્વાના ચૂકાદા આપ્યા છે. બે અલગ અલગ દુષ્કર્મની ઘટનાના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. નડિયાદની યુરો સ્કૂલના શિક્ષકને દુષ્કર્મના કેસમાં આજીવન કેસની સજા ફટકારી છે. જ્યારે પોતાની સગી દીકરી સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં પિતાને આજીવન કેદની સજા ફટકારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુષ્કર્મ કેસમાં શિક્ષકને આજીવન કેદ
નડિયાદની યુરો સ્કુલના શિક્ષકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ધોરણ 8ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજારવાના કેસમાં શિક્ષક મનીષ પરમારને નડિયાદ કોર્ટે આજીવન કેસની સજા ફટકારી છે. 13 જૂલાઈ 2020 ના રોજ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી શિક્ષક કે સગીર વિધાર્થિનીને પ્રેમપત્ર મોકલાવવા, તેની છેડતી કરવી, જેવી અનેક ઘટનાઓને અંજામ આપ્યો હતો. જે બાદ સગીર વિધાર્થિની સાથે શાળાના ટોયલેટમાં જ દુષ્કર્મ ગુજારતા સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. 


આ પણ વાંચો:- મનપાના પરિણામો બાદ ઓવૈસીએ ગુજરાતના કોંગ્રેસી નેતાઓને કહ્યાં મોટા એક્ટર


દીકરી પર બળાત્કાર કેસમાં પિતાને આજીવન કેદ
ખેડામાં દીકરી અને પિતાના સંબંધ પર કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પોતાની સગી દીકરી સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં નડિયાદ કોર્ટે પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. નડિયાદ કોર્ટે આરોપી વિનોદ ઉર્ફે ડગરી ચંદુભાઈ ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી છે. વિનોદ ડગરી વર્ષ 2009 માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં કેસનો આરોપી રહી ચૂક્યો છે.


આ પણ વાંચો:- ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું રેકેટ ઝડપાયું, 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ


વારંવાર ધમકી આપી ગુજાર્યો બળાત્કાર
જેણે વર્ષ 2020માં પેરોલ પર છૂટ્યા બાદ પોતાની સગી દીકરીને ડરાવી-ધમકાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. કેસમાંથી છૂટવા માટે ભુવાએ બાધા આપી હોવાનું બહાનુ બતાવી સગી દીકરી સાથે વારંવાર ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર બાબતે દીકરીએ મહેમદાવાદ પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા ગુનો નોંધાયો હતો. નડિયાદ સેશન્સ કોર્ટે પોસ્કો એકમાં નોંધાયેલ ગુનામાં સજા ફટકારી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube