ઝી બ્યુરો/ખેડા: નડિયાદમાં સરકારી કર્મચારીઓના અશોભનીય વર્તનનો વીડિયો સામે આવ્યો છે. ચાલુ ફરજે દારૂના નશામાં અભદ્ર વર્તન કર્યાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો નડિયાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહોળેલના સોડપુર ગામમાંથી આરોગ્ય કર્મચારીઓને હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ આરોપ એવા પરણ છે કે આ કર્મચારીઓએ ચાલુ નોકરીએ નશો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો 27 સપ્ટેમ્બરનો હોવાનો ખુલાસો 
વર્ગ 3ના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કર્મચારીઓનો વીડિયો વાયરલ થયો છે. તમામ નડિયાદ તાલુકાના વિવિધ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે. આ વીડિયો 27 સપ્ટેમ્બરનો હોવાનો ખુલાસો થયો છે. જે દિવસે અહીં બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને તે બાદ જમણવાર હતો. વીડિયો હેલ્થ સેન્ટરનો હોવાની અને તેમાં આરોગ્ય વિભાગના જ કર્મચારીઓ હોવાની આરોગ્ય અધિકારીએ પુષ્ટિ કરી અને તપાસ બાદ કાર્યવાહી કરવાની વાત કરી છે.



આરોગ્ય કર્મીઓ ચાલુ નોકરીએ ફુલ મસ્તીમા જોવા મળ્યા
આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે, નડિઆદ તાલુકાના સોડપુર ગામના આરોગ્ય કર્મીઓ ચાલુ નોકરીએ ફુલ મસ્તીમા જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નડીઆદના પ્રા.આ.કેન્દ્ર મહોળેલના સોડપુર ગામમાં સરકારી આરોગ્યકર્મીઓની દારૂના નશાની હાલતમાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. સાથે સાથે ચાલુ નોકરી હોવા છતાં અશોભનીય ગેરવર્તુણુંક કરતાં વીડિયોમા જોવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વર્ગ ૩ના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કર્મચારીઓ છે. આ તમામ નડીઆદ તાલુકાના વિવિધ આરોગ્યકેન્દ્રમાં ફરજ બજાવે છે. આ તમામ સરકારી નોકરી કરતા પરમેનેન્ટ કર્મચારીઓ જાણવા મળ્યું હતું.