યોગીન દરજી/નડિયાદ: નડિયાદ શહેરમાં 2015 દરમ્યાન બનેલા ચકચારી માસુમ મહિડા લવ જેહાદ કેસમાં નવો વણાંક આવ્યો છે. નડિયાદ પશ્ચિમ પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી માસુમ મહિડાના વકીલ અને અન્ય એક સાગરીતની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, વકીલ અસફાક મલેક અને સુલતાનમીયા શેખ બન્નેએ યુવક યુવતીનું ખોટુ નિકાહ નામું તૈયાર કરાવ્યું હતું.  ટુંડેલ ગામના એક ફાર્મ હાઉસમાં યુવક યુવતી છુપાયા હતા. જ્યા નિકાહનામામાં સહી કરનાર સાક્ષીઓને યુવતી પટેલ હોવા છતા મુસ્લિમ હોવાની ખોટી ઓળખ આપી આ બંને આરોપીઓએ ખોટુ સોગંધનામું અને ખોટુ નિકાહનામું તૈયાર કરાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2015માં જ્યારે મુખ્ય આરોપી માસુમ મહિડાની ધરપકડ થઇ ત્યારબાદ આરોપી પક્ષ દ્વારા હાઇકોર્ટમાંથી આ કેસની તપાસ પર સ્ટે લાવી દેવાયો હતો. જેથી કેસમાં કોઇ કાર્યવાહી થઇ નહતી. પરંતુ હવે હા.કોર્ટે સ્ટે ઉઠાવી લેતા આ કેસમાં વધુ તપાસ હાથ ધરાઇ છે. અને ખોટુ નિકાહનામું તૈયાર કરાવનાર વકીલ અને અન્ય ઇસમની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી છે. 


માતાનું વાસ્તલ્ય: બિલાડી ‘મા’ બની વાંદરાના બચ્ચાની રાખે છે સંભાળ


જુઓ LIVE TV:



જેતે વખતે હિન્દુ મુસ્લિમને લગતો ગુનો હોઇ ચકચારી કેસ બન્યો હતો. જેતે સમયે માસુમ મહિડા એક હિન્દુ યુવતીને ભગાડી ગયો હતો. તે સમયે આ બંને આરોપીઓએ યુવતી અને યુવકના લગ્ન માટે નિકાહનામું કરવા સમયે હાજર હતા. નિકાહ નામામાં સાક્ષીની સહી કરાવતા સમયે આ બંને આરોપીઓએ છોકરી મુસ્લિમ હોવાની ખોટી ઓળખ આપી હતી. અને ખોટુ સોગંધનામું બનાવ્યુ હતુ. યુવતી પટેલ હોવા છતા આ બંને જણાએ મુસ્લિમ હોવાનું બતાવી ઇરાદા પુર્વક ખોટુ સર્ટીફીકેટ તૈયાર કરાવ્યુ હતુ.