નડિયાદઃ મુંબઈથી અમદાવાદ આવી રહેલી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં બે મહિલા અને એક બાળકીનું અરેરાટીપૂર્ણ મોત થયાની ઘટના સર્જાઈ છે. નડિયાદ રેલવે સ્ટેશન પાસેની આ ઘટના છે. પોલીસે ઘટનાસ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન થોડા સમય માટે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈથી અમદાવાદ આવી રહેલી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ત્રણ લોકોનાં મોત થયાની નડિયાદ સ્ટેશન માસ્ટરને જાણ થઈ હતી. આથી તેઓ જીઆરપી અને આરપીએફની ટીમને લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે રેલવે ટ્રેક પરથી ત્રણેય મૃતકોનાં મૃતદેહને ખસેડ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.  


સેપ્ટ યુનિવર્સિટીની મારામારીની ઘટના વિશે આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલે લખી લાંબીલચક પોસ્ટ


મૃતકોની હજુ કોઈ ઓળખ થઈ શકી નથી. આ ત્રણેયનાં મોત અકસ્માતે થયા છે કે પછી તેમણે આપઘાત કર્યો છે તેના અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકોનાં સગા-સંબંધીને શોધવા પણ ચક્રો ગતિમાન કર્યા છે. 


જુઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....