નચિકેત મહેતા/ખેડા: નડિયાદમાં રહેતા કરણ ઠક્કર અને તેમના પિતા નરેશ ઠકકર દ્વારા વાંસળીના સૂર થકી બીમાર અને અશક્ત ગાયોને થેરાપી આપવામાં આવે છે. હીલિંગ થેરાપીને કારણે ગાયોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં ફેરફાર જોવા મળે છે. મ્યુઝિક થેરાપીથી સારવાર જાણીતી છે. પરંતુ આ થેરાપીથી અશક્ત બિમાર ગાયોને પણ હિલીંગ આપી શકાય છે એ વાત ઘણાં ઓછા લોકો જાણતાં હશે. નડિયાદના પિતા-પુત્ર વાંસળીના સૂર રેલાવીને અશક્ત અને બિમાર ગાયોને હિલીંગ આપે છે. અત્યારે સુધીમાં 1 લાખથી વધુ ગાયોને આ થેરાપીથી સ્વસ્થ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જેવું ફરી મોટું ન થાય તે માટે ફાયર NOCના નિયમો કડક બનાવાયા! જાણો શું છે નિયમો


નડિયાદના નરેશ ઠક્કર છેલ્લા 25 વર્ષથી વિવિધ ગૌશાળાઓમાં, કુદરતી સાંનિધ્યમાં ફરતી ગાયોને વાંસળીના સૂર સંભળાવી તેમનું હિલીંગ કરે છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિમાં તેમના પુત્ર કરણ પણ છેલ્લા 8 વર્ષથી જોડાયા છે. પિતા - પુત્રની આ જોડી અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ગાયોને વાંસળીના સૂર રેલાવીને હિલીંગ આપી ચૂક્યા છે. દરેક જિલ્લામાં કે દરેક ગૌશાળામાં જવું શક્ય ન હોવાથી હવે હિલીંગ માટેના ખાસ ઓડિયો પણ આ પિતા-પુત્ર તૈયાર કરી રહ્યા છે. આ ઓડિયો આગામી સમયમાં દરેકે દરેક ગૌશાળામાં નિ:શુલ્ક આપવામાં આવશે. અલગ અલગ રાગ અને ટાઇમ ડ્યુરેશનમાં આ હિલીંગ થેરાપી આપવામાં આવે છે અને તેને કારણે અનેક ગાયોને ફાયદો પણ થયો હોવાનું જોવા મળે છે. વૈજ્ઞાનિક ઢબે પણ આ હિલીંગ પધ્ધતિ અસરકારક હોવાનું પુરવાર થયું છે.


ભુજોડીના કસબીને આંતરરાષ્ટ્રીય સન્માન; 400 વર્ષ જૂની લુપ્ત થતી કળાને ઇંગ્લેન્ડનો એવોર


વૃંદાવની સારંગના સૂર રેલાય અને ગાયો રિકવર થાય આ બાબતે વાત કરતાં કરણભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, હિલીંગ માટે અલગ અલગ સૂર અને ડ્યુરેશન હોય છે. મોટાભાગે વૃંદાવની સારંગના સૂર રેલાય અને અશક્ત બિમાર ગાયો રિકવર થતાં મેં જોઇ છે. અમે એક ગૌશાળામાં આ થેરાપી માટે ગયા હતા. જ્યાં એક ગાય અનેક દિવસોથી ઉભી થઈ શકતી ન હતી. અમે વાંસળી વગાડવાનું શરૂ કર્યું એની 10મી મિનીટે એ ગાયે ઉભા થવાના પ્રયાસો શરુ કર્યા હતા. આ થેરાપી અસરકારક છે. અમે એક કલાકનું એક સેશન આપીએ છીએ. જેમાં ગાય ઓછું દૂધ આપતી હોય કે શારિરીક - માનસિક પીડામાં હોય તો તેને હિલીંગ આપીએ છીએ અને તેના પરિણામ અમે અમારી નજર સામે જોયા છે. 


લો પ્રેશર ભયંકર ચક્રવાતમાં ફેરવાયું! આ રાજ્યોની હાલત કરશે ખરાબ, અહીં શાળા-કોલેજો બંધ


વાંસળીના સૂરની સાથે સાથે અમારી જે ભાવના હોય છે કે આ સૂર થકી ગૌમાતા સ્વસ્થ થાય તે પણ હિલીંગમાં મહત્વનો ભાગ ભજવે છે. માત્ર વગાડવા ખાતર વાંસળી ન વગાડી શકાય બાકી એની જોઇએ તેવી અસર ન જોવા મળે. વાછરડાં અને મોટી - દૂધાળી ગાયો માટે અલગ ઓડિયો તૈયાર કરાશે હિલીંગ થેરાપી માટે દરેક ગૌશાળામાં પહોંચવું શક્ય નથી. એટલે હવે કરણભાઇ અને તેમના પિતા નરેશભાઇ દ્વારા હિલીંગ થેરાપીના ઓડિયો લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. 


સરકારી કર્મચારીઓ જેની વાટ જોતા હતા તે ઘડી આવી ગઈ, જાણો કેટલું વધશે મોંઘવારી ભથ્થું


આ ઓડિયો પણ ત્રણ અલગ અલગ ભાગમાં હશે. જેમાં વાછરડાં માટે અલગ ઓડિયો, મોટી - દૂધાળીગાયો માટે અલગ ઓડિયો તૈયાર કરવામાં આવશે. 1 કલાકના આ ઓડિયો થકી કોઇપણ ગૌશાળામાં ગાયને હિલીંગ થેરાપી આપી શકાશે. આ ઓડિયો ક્યા સમયે વગાડવો, કેટલાં સમય માટે વગાડવો તેની પણ સમજ આપવામાં આવશે. આ ઓડિયો નિ:શુલ્ક ગૌશાળાઓમાં આપવામાં આવશે.


Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. અમે આ સમાચાર લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. ZEE NEWS પુષ્ટિ કરતું નથી.