NADIYAD Gujarat Vidhan Sabha Chunav Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ગુજરાતના ઈતિહાસની અત્યાર સુધીની આ સૌથી અલગ પ્રકારની ચૂંટણી બની રહેશે. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ આ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જ સામ-સામે લડતા દેખાતા હતાં. જોકે, આ વર્ષે તસવીર બદલાઈ ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી પિચ્ચરમાં આવતા ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ત્યારે જોઈએ મતદારોએ કઈ તરફ પસંદગીનો કળશ ઢોળે છે. શું કોંગ્રેસના હાથને મળે છે મતદારોનો સાથ? દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં ચાલશે મફતની રેવડી અને ઝાડુનો જાદુ? કે પછી ફરી એકવાર ગુજરાતમાં ખિલશે કમળ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે પરિણામનો દિવસ છે. જાણો પરિવર્તન કે પુનરાવર્તન.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નડિયાદ પરિણામઃ
ગુજરાત વિધાનસભા ના મુખ્ય દંડક અને નડિયાદ ના ધારાસભ્ય પંકજ દેસાઈની નડિયાદમાં શાનદાર જીત. સતત છ્ટી વાર જીત હાંસલ કરીને એક રેકોર્ડ બનાવ્યો.


નડિયાદ Gujarat Chunav Result 2022: નડિયાદ વિધાનસભા બેઠક (ખેડા)
નડીયાદનું ઐતિહાસિક નામ નટીપ્રદ અને પછી નટપુર હતું. આ શહેરમાં પહેલા મુસ્લિમ નવાબ અને પછી વડોદરાના ગાયક્વાડનું રાજ હતું. એક સમયે નડિયાદ નવ વાવ, નવ તળાવો, નવ ભાગોળો અને નવ સિનેમા ઘરો માટે જાણીતું હતું. ગાંધીજીએ તેમની સ્વતંત્રતાની ચળવળમાં અનેક વખત નડીયાદની મુલાકાત લીધી હતી.


2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે પંકજ દેસાઈને રિપીટ કર્યા છે. તો  કૉંગ્રેસે ધ્રુવલ પટેલને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ હર્ષદ વાઘેલાને ટિકિટ આપી છે. 


2017ની ચૂંટણી
નડિયાદના ઈતિહાસની વાત કરીએ તો 2017માં ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈને 90,221 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર  જિતેન્દ્ર પટેલને 69,383 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર જિતેન્દ્ર પટેલ 20,838 મતોથી હાર્યા હતા.


2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈને 75,335 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર જિતેન્દ્ર પટેલને 68,748 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર જિતેન્દ્ર પટેલ 6,587 મતોથી હાર્યા હતા.