અતુલ તિવારી/અમદાવાદ :ગઈકાલે ભાવનગરની એક સરકારી શાળામાં ધોરણ 6 થી 8ના પ્રશ્નપત્ર ચોરાયાની ઘટના બની હતી, જેના તાત્કાલિક બાદ ધોરણ 7 ની પરીક્ષા અટકાવી દેવાઈ હતી. ત્યારે ગુજરાતનું શિક્ષણ વિભાગ ફરી એકવાર વિવાદમાં આવ્યુ છે. આવામાં પ્રાથમિક શાળાના પ્રશ્નપત્રો મુખ્ય શિક્ષકના ઘરે રાખવા અંગે કરાયેલા નિર્ણયનો વિરોધ કરાયો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નિર્ણય સંદર્ભે પુનઃ સમીક્ષા કરવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણ વિભાગનો ઉતાવળિયો નિર્ણય
શાળામાં પ્રશ્નપત્ર ચોરી થવાની ઘટનાના સંદર્ભે ધો .૭ની પરિક્ષા બે દિવસ માટે સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો હતો. જોકે, આ બાદ જ પ્રાથમિક શાળાના પ્રશ્નપત્રો મુખ્ય શિક્ષકના ઘરે રાખવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરાયો છે. જે મામલે હવે વિરોધ થયો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે તેનો વિરોધ કર્યો છે. 


આ પણ વાંચો : દિલ્હીમાં નવાજૂની થવાના ભણકારા, નરેશ પટેલ ફરી કોંગ્રેસ દરબારમાં પહોંચ્યા 


ધોરણ 7 ની પરીક્ષાના પ્રશ્નપત્રો ચોરી થતાં પરીક્ષા સ્થગિત કરાયા બાદ કેટલાક નિર્ણયો ઉતાવળે લેવાયા હોવાનો ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘનો મત છે. શિક્ષણ સંઘ દ્વારા જણાવાયુ કે, પરીક્ષા પૂર્વે આચાર્ય કે મુખ્ય શિક્ષક પ્રશ્નપત્ર પોતાના ઘરથી લઈને નીકળે એ અયોગ્ય કહેવાશે તેમજ શિક્ષક માટે મુશ્કેલી સર્જી શકે. આ વ્યવસ્થા મુખ્ય શિક્ષક માટે હેરાનગતિરૂપ અને અવ્યવહારુ લાગી રહી છે. RTE ના નિયમ મુજબ પ્રાથમિકમાં લેવાતી પરીક્ષા સર્વગ્રાહી મૂલ્યાંકનનો હિસ્સો છે, પરીક્ષાના આધારે ગ્રેડ આપવામાં આવે છે, કોઈ વિદ્યાર્થીને સ્થગિત નથી કરાતા. 


એકાદ આકસ્મિક ઘટના બાદ સરકારે લીધેલા નિર્ણય અંગે ફરી વિચારણા કરવા શિક્ષણ સંઘ દ્વારા માંગ કરાઈ છે. અગાઉની જેમ જિલ્લાકક્ષાએ પરીક્ષાના પેપર તૈયાર કરવાની વિચારવા કરી અગાઉની પદ્ધતિ મુજબ પરીક્ષા લેવા મત રજૂ કર્યો છે. જો જિલ્લાકક્ષાએ પેપર તૈયાર થશે અને કોઈ આકસ્મિક ઘટના બને તો પરીક્ષા રદ કરવાના કિસ્સામાં તેની અસર એક જિલ્લા પૂરતી જ રહે તેવું ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે જણાવ્યું. 


આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલનો ભાવ પોસાતો નથી, ગુજરાતીઓ વાહનો ઘરે મૂકીને સરકારી બસમાં મુસાફરી કરવા લાગ્યા


નેસવડમાં ધોરણ 6 થી 8ના પેપર ચોરાયા


  • નેસવડની શાળામાં ગઈકાલે બિલ્ડીંગના એક રૂમનો દરવાજો ખુલ્લો હતો

  • શિક્ષકોએ લગાવેલ તાળું તોડીને કોઈ શખ્સો સ્કૂલમાં પ્રવેશ્યા હતા

  • રૂમમાંથી પ્રવેશ કરતા લોખંડની બારી પણ તૂટેલી જોવા મળી હતી

  • ધોરણ 6થી 8ના પેપર મૂકેલા રૂમનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો

  • આ રૂમમાં ધોરણ 6થી 8ના 88 પેપર મૂકવામાં આવ્યા હતા

  • તપાસ કરતા તમામ કવરમાંથી પેપર ઓછા હોવાનું સામે આવ્યું

  • ધોરણ 7ના 21 અને ધોરણ 8નું એક પેપરની ચોરી થઈ

  • બારીમાંથી પ્રવેશ કરીને કોઈ શખ્સે પેપરની ચોરી કરી