અમદાવાદ : સુપ્રીમ કોર્ટનાં ચુકદા બાદ અયોધ્યામાં રામ મંદિર બનવાનો રસ્તો સાફ થઇ ચુક્યો છે. દેશની સૌથી મોટી કોર્ટે અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલા વિરાજમાનનો હક માનવામાં આવે છે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ રામ મંદિરની ડિઝાઇન મુદ્દે આ જ ચર્ચા છે કે મંદિર કઇ ટેકનીકથી બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા : 22 વર્ષના હોકી પ્લેયરે મિત્રના ઘરે પંખે લટકીને આત્મહત્યા કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, 1989માં જ રામ મંદિર માટે ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરનારા શિલ્પકાર ચંદ્રકાંત સોમપુરાના અનુસાર સમગ્ર મંદિર નાગર શૈલીના આધારે બનશે. તેમણે જણાવ્યું કે, 2000-3000 મજુર રોજ 8-10 કલાક કામ કરે તો મહત્તમ 3 વર્ષની અંદર સમગ્ર મંદિર પુર્ણ થઇ જાય તેમ છે. 


સુરતમાં પકડાઈ કુખ્યાત મેવાતી ગેંગ, બેંકોને ગોથે ચઢાવીને ATMમાંથી ખંખેરી લેતી લાખો રૂપિયા
માફિયા સુરતમાં 18 લાખનો ગાંજો ઘૂસાડવાની તૈયારીમાં હતા, તે પહેલા જ 2 શખ્સો પકડાયા
મંદિરમાં ચાર કક્ષ હોય છે.
નાગર શૈલીના મંદિરોમાં ચાર કક્ષ હોય છે. ગર્ભગૃહ, જગમોહન, નાટ્યમંદિર અને ભોગમંદિર. પ્રારમ્ભિક નાગર શૈલીના મંદિરોમાં સ્તંભ નહોતા પરંતુ ધીરે ધીરે તેમાં પરિવર્તન પણ થયું છે નિર્માણમાં પણ પરિવર્તનો જોવા મળ્યા. સ્થાનિક વિવિધતાઓનું પણ મિશ્રણ જોવા મળ્યું છે. 
નાગર શૈલીના મંદિરોમાં ચારકક્ષ હોય છે.


ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, આ 2 દિવસોમાં વરસશે વરસાદ
શું છે નાગર શૈલી
મંદિરનો નકશ ઉત્તરભારતની નાગર શૈલીના આધારે બનાવવામાં આવ્યો છે. નાગર શૈલી ઉત્તરભારતીય હિન્દુ સ્થાપત્ય કલાની ત્રણ પૈકીની સૌથી વધારે પ્રખ્યાત શૈલી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર નાગર શૈલીના મંદિરની ઓળખ તેની ટોચ સુધી ચતુષ્કોણીય આકાર હોય છે. નાગર શૈલીના મંદિરનું આગવું આયોજન અને વિમાન તેની વિશેષતાઓ છે. તેની મુખ્યભુમિ આયાતાકાર હોય છે અને તેની વચ્ચે બંન્ને તરફ ક્રમિક વિમાન હોય છે. જેના કારણે તેનો સંપુર્ણ આકાર ત્રિકોણ જેવો બની જાય છે. મંદિરની સૌથી ઉપર શિખર હોય છે જેને રેખા શિખર કહેવામાં આવે છે. મંદિરમાં બે ભવન હય છે, એક ગર્ભગૃહ અને બીજો મંડપ. ગર્ભગૃહ ઉંચો હોય છે અને મંડપ નાનો હોય છે. ગર્ભગૃહની ઉપર એક ઘંટાકાર સંરચના હોય છે જેના કારણે મંદિરની ઉંચાઇ વધી જાય છે.


બીમારીના નામે ચાલતા ગોરખધંધાનો ખુલાસો : તબીબ-લેબ સંચાલકની Audio Clip વાયરલ
આટલુ વિશાળ સ્ટ્રક્ચર હોવા છતા ક્યાંય સિમેન્ટ કે લોખંડનો ઉપયોગ નહી
નાગર શૈલીની સૌથી મોટી વિશેષતા છે કે ખુબ જ વિશાળ બાંધકામ હોવા છતા પણ ક્યાંય સિમેન્ટ કે લોખંડનો ઉપયોગ થતો નથી. આ ઉપરાંત ખજુરાહોના મંદિર પણ આ જ શૈલીમાં બનાવવામાં આવ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ ઓરિસ્સાનું કોણાર્ક મંદિર પણ નાગર શૈલીમાં જ બનાવવામાં આવ્યું છે. ડિઝાઇન અનુસાર 2લાખ63 હજાર ઘનફુટ પથ્થરમાંથી મંદિરનું નિર્માણ થશે. જે પૈકી 1 લાખ 60 ઘનફુટ પથ્થરનું નિર્માણ આટલા વર્ષોમાં થઇ ચુક્યું છે. જો કે આ તમામ પથ્થરમાં ક્યાંય પણ સિમેન્ટ કે લોખંડનો ઉપયોગ નહી થાય.