અમદાવાદ : 24 ફેબ્રુઆરીએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદનાં મહેમાન બનવાનાં છે. તેમની સાથે વડાપ્રધાન મોદી ઉપરાંત અનેક હાઇપ્રોફાઇલ હસ્તીઓ હાજર રહેવાનાં છે. જેથી અમદાવાદ એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી રોડ શો કરવાનો છે. જે લોકો રોડ શો જોવા ઇચ્છતા હોય તેમણે પણ પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. પોલીસ તેમને પણ આઇકાર્ડ આપશે. સુભાષબ્રિજ કલેક્ટર કચેરી સામે આવેલી સોસાયટીઓમાં કોઇએ પણ બહાર રોડ શોમાં ઉભા રહેવું હોય તે અગાઉથી આધારકાર્ડ જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: બેઠક નિષ્ફળ રહેતા સફાઇ કર્મચારીઓનું આંદોલન યથાવત્ત

જે લોકો રોડશોમાં હાજર રહેવા માંગતા હોય તેમણે આધારકાર્ડની ઝેરોક્ષ સાથે મોબાઇલ નંબર આપવાનો રહેશે. પોલીસ કમિશ્નર કચેરી દ્વારા આઇકાર્ડ આપવામાં આવશે. આ આઇકાર્ડ ધરાવતી વ્યક્તિ જ સોસાયટીની બહાર ઉભી રહી શકશે. ઉપરાંત 24 ફેબ્રુઆરીએ બહારનાં કોઇ પણ વ્યક્તિએ 2 વ્હીલર અને 4 વહ્લીલર સોસાયટીમાં પાર્ક નહી કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. જો આવું કોઇ પણ વાહન પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મહેમાનો મુદ્દે પણ પોલીસ કડક વલણ દાખવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube