નમસ્તે ટ્રમ્પ: રોડ શોમાં માત્ર સીએમના કાફલાની હાજરી, વિજય રૂપાણી રહ્યા ગેરહાજર
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નરનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ગળે ભેટીને ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એપોર્ટ પર શાહી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમમાં ચરખો કાંત્યો હતો અને વિઝીટર બુકમાં સંદેશો આપ્યો હતો.
અમદાવાદ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નરનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ગળે ભેટીને ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એપોર્ટ પર શાહી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમમાં ચરખો કાંત્યો હતો અને વિઝીટર બુકમાં સંદેશો આપ્યો હતો.
મોટેરા સ્ટેડિયમમાં ટૂંક સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પહોંચી જશે. આજે અમદાવાદમાં ઈતિહાસ સર્જાશે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખ ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપનો આ પહેલો ભારત પ્રવાસ છે.
સુરક્ષામાં કોઈ ચૂક ના રહી જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રંપની સાબરમતી આશ્રમ મુલાકાત દરમિયાન સીએમ વિજય રૂપાણીની ગેરહાજરી જોવા મળી હતી. સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન માત્ર સીએમ કાફલો જ જોવા મળ્યો હતો પરંતુ રોડ શોમાં સીએમ વિજય રૂપાણીની ગેરહાજરી જોવા મળી હતી. જોકે સીએમ વિજય રૂપાણી સીધા મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું મેનૂ
ડોનાલ્ડ ટ્રમ્પ માટે તૈયાર કરવામાં આવેલી ખમણ અને ઢોકળાંની ખાસ ડીશ ZEE 24 કલાક પર તમને જોવા મળી રહી છે. આજે આ ડીશ તૈયાર કરવામાં આવી છે અને તેના સ્વાદની ચકાસણી કરવામાં આવી રહી છે. ટ્રમ્પને સોનાની થાળીમાં ગુજરાતી ભોજન પીરસવામાં આવશે ત્યારે તેમની થાળીમાં વીઆઈપી શેફ સુરેશ ખન્નાની ટીમે બનાવેલાં ખમણ-ઢોકળા પણ પીરસવામાં આવશે.
ઓછા તેલમાં તમામ વાનગી બનાવાશે
અમદાવાદમાં ડોનલ્ડ ટ્રંપ માટે ખાસ વાનગીઓ તૈયાર કરવામાં આવી છે. ડોનલ્ડ ટ્રંપને અમદાવાદમાં ખમણ, ઢોકળા, કુકીઝ, ગ્રીન ટી, આઈસ ટીસ, જિંજર ટી, ડાયટ કોક, બ્રોકોલી કોર્ન સમોસા સહિત ભોજનમાં આપવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસે હોય અને તેમને ગુજરાતી વાનગીઓ ભોજનમાં પીરસવામાં ના આવે તેવુ કોઈ પણ હિસાબે શક્ય નથી. તેમના માટે સ્પેશિયલ ઓછા તેલમાં તમામ વાનગીઓ બનાવામાં આવી છે. તેમની સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને આ વાનગીઓ તૈયાર કરવામાં આવી છે. ડોનલ્ડ ટ્રંપને તમામ વાનગીઓ સોના ચાંદીના ડિનર સેટમાં પીરસવામાં આવશે.
કોણે બનાવી છે ટ્રમ્પ માટે ખાસ રેસિપી
જ્યારે ભોજન અમેરિકાના રાષ્ટ્રપતિને પિરસવાની વાત આવે ત્યારે શેફની પસંદગી પણ ખાસ બની જતી હોય છે. ટ્રમ્પનું ફૂડ તૈયાર કરવાની ખાસ જવાબદારી ભારતના ફેમસ શેફ સુરેશ ખન્નાને સોંપવામાં આવી છે. સુરેશ ખન્ના ફોરચ્યુન લેન્ડમાર્ક હોટલના પ્રખ્યાત શેફ છે. તેઓ ટ્રમ્પ પરિવાર માટે ઓછા તેલમાં બનનાર ગુજરાતી નાસ્તો અને ચા બનાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube