લાખ પ્રયાસો છતાં આખરે ટ્રમ્પ-મોદીના રોડ શોમાં વચ્ચે આવી ગયું હતું કૂતરું... પછી તો....
સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ગુજરાતના મોંઘેરા મહેમાન બન્યા હતા. આ મોંઘેરા મહેમાનને ફુલગુલાબી ગુજરાતના વિકાસના પડદા પાછળની હકીકત ન દેખાય તે માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જે જગ્યાઓથી ગુજરાતની પ્રતિષ્ઠા ઝાંખી પડે તે તમામ જગ્યાઓ ઢાંકવામાં આવી હતી. તેમ છતાં એક ઘટના એવી બની જેનો વીડિયો (video) હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે. રોડ શો દરમિયાન પ્રધાનમંત્રી મોદીના રૂટમાં એક કૂતરું આવી ચઢ્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ગુજરાતના મોંઘેરા મહેમાન બન્યા હતા. આ મોંઘેરા મહેમાનને ફુલગુલાબી ગુજરાતના વિકાસના પડદા પાછળની હકીકત ન દેખાય તે માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જે જગ્યાઓથી ગુજરાતની પ્રતિષ્ઠા ઝાંખી પડે તે તમામ જગ્યાઓ ઢાંકવામાં આવી હતી. તેમ છતાં એક ઘટના એવી બની જેનો વીડિયો (video) હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે. રોડ શો દરમિયાન પ્રધાનમંત્રી મોદીના રૂટમાં એક કૂતરું આવી ચઢ્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે.
અર્ધનગ્ન PHOTO શેર કરીને જન્મદિને જ ચર્ચાના ચગડોળે ચઢી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા
ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમિયાન રોડ શોમાં પીએમ નરેન્દ્ર મોદીના રૂટમાં એક કૂતરું આવી ગયું હતું. ત્યારે કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે કાળા કલરનો કૂતરો દોડતો આવી ચઢ્યો હતો. જેને કારણે વડાપ્રધાનની કારને વાળવાની ફરજ પડી હતી. આ સાથે જ SPG જવાનોમાં દોડધામ મચી ગઈ હતી. એસપીજી ગાડીમાંથી નીચે ઉતરીને કૂતરાને દૂર કરવા જતા હતા, ત્યારે જ કૂતરુ સાઈડ પર જતુ રહ્યું હતું. જેના બાદ એસ્કોર્ટ અને કાફલાની અન્ય કાર આગળ વધી હતી. રોડ શો દરમિયાન ઈન્દિરાબ્રિજ નજીક આ ઘટના બની હતી. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સામે આવ્યો છે.
માર્ચ મહિનામાં આ 8 દિવસ બેંકો રહેશે બંધ, ઝટપટ પતાવી લેજો બધી લેવડ-દેવડ
આમ, ટ્રમ્પની મુલાકાત દરમિયાન રખડતા ઢોરોનો ત્રાસ અને તંત્ર દ્વારા કરાતી કામગીરી ખુલ્લી પડી હતી. ઉલ્લેખનીય છે કે, જે દિવસ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હતા તે દિવસે પણ કોર્પોરેશનની ઢોર પકડવાની ગાડી મોટેરા સ્ટેડિયમની આસપાસ ફરી રહી હતી. કારણ કે, રખડતા કૂતરાઓ વીવીઆઈપી રૂટની આજુબાજુ જોવા મળી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક