ઉદય રંજન, અમદાવાદ: તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 પસાર કરવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હોવાના સમાચાર સામે આવ્યા બાદ હવે અમદાવાદના જિલ્લામાં હંસપુરા ભૂમાફિયાઓએ કરોડોની જમીન પચાવી પાડી હોવાનો અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ખુલાસો કર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂમાફિયાઓ સામે લાલ આંખ, લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત રાજકોટ જિલ્લામાં નોંધાઇ પ્રથમ ફરિયાદ


આજે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરે ભૂમાફિયાઓને ઉઘાડા પાડ્યા હતા. અલ્પેશ ઠાકોરે કલ્પેશ પટેલ ( ગણેશ મેરિડિયન ), ઉદય ભટ્ટ ( ગેલેક્સી ગ્રુપ ), અને ભાવિક દેસાઈ અને તેના સાગરીતોના નામ જાહેર કર્યા હતા. 

જમીનમાંથી નિકળશે સોનાના બિસ્કિટના નામે લાખોની ઠગાઇ, મુર્ખામી પર હસવું જરૂર આવશે!


અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે ગણેશ મેરેડીયનના કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 250 કરોડની કિંમતની જમીન પચાવી પાડી છે, જ્યારે ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 400 કરોડની જમીન પચાવી છે. તો બીજી તરફ ભાવિક દેસાઈ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ કર્યો હતો. 

ગુજરાતમાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભાવનગરમાં એક સાથે 3 ફરિયાદ દાખલ


ભૂમાફિયાઓએ ખોટા દસ્તાવેજો, બાનાખતો ઉભા કરી છેતરપિંડીનો પ્રયાસ કરે છે. જે લોકોની સીધી સંડોવણી છે જે લોકોએ મોટા મોટા એમ્પાયર બનાવ્યા છે. આ માત્ર ટોકન બનાવો છે. 


અમૃતભાઇ નામના ખેડૂતે જણાવ્યું હતું કે મારી હંસાપુર ગામમાં જમીન આવી છે, જેના બે પેઢીનામા બનાવવામાં આવ્યા છે. એક વ્યક્તિના બે પિતાના નામના પેઢીનામા બનાવવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube