રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે.. પડોશમાં જ રહેતી 4 વર્ષની બાળકીને એકલી જોઈ નરાધમે ઘરમાં ઘુસી દુષ્કર્મ આચર્યું હોવાની લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય હતી. જેને આધારે પોલીસે આરોપીને દબોચી જેલનાં સળીયા ગણતો કરી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાલજી ખીમસુરીયા નામના શખ્શ પર 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. રાજકોટનાં લોધિકા પોલીસ સ્ટેશનમાં શનિવારના રોજ એક મહિલાએ તેની 4 બાળકી પર પાડોશમાં જ રહેતા 43 વર્ષીય લાલજી ખીમસુરીયા નામનાં શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ 4 વર્ષની બાળકીને ઘરમાં એકલી જોઈ હોવાથી બાદમાં તેના ઘરમાં પ્રવેશી તેને પિંખી નાખી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે.


પાકિસ્તાનના કરાચીમાં વસતા હિન્દુ યુગલે રાજકોટમાં આવીને કર્યા લગ્ન


પોલીસનાં કહેવા મુજબ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા ચીભડા ગામે ભોગબનનાર 4 વર્ષની બાળકી પોતાના ઘરે એકલી હતી. ત્યારે તેની પાડોશમાં રહેતા 43 વર્ષીય લાલજી ખીમસૂરિયાની નજર પડી હતી અને તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બાળકી સાથે દુષ્કર્મ આચાર્ય હતું. બાળકીની બુમો સાંભળી બાદમાં માતા પિતા સાથે વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, અને તેથી આરોપી નાસી ગયો હતો જેની સિમ વિસ્તારમાં પોલીસે શોધખોળ હાથ ધરી હતી. આરોપી નજીકમાં અભેપર ગામના પાટિયા નજીક હોવાની માહિતી મળતા તેની ધરપકડ કરી પોકસો એક્ટ કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


SWIGGYના ડિલિવરી બોયે ફૂડની સાથે-સાથે શરૂ કર્યો ‘બિયર’નો ધંધો !


ગરીબ પરીવારની આ બાળકી પર પાડોશમાં જ રહેતા નરાધમે દુષ્કર્મ આચરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને પોલીસે આરોપીને દબોચી જેલનાં સળીયા ગણતો કરી દીધો હતો. પરંતુ આ પ્રકારે પાડોશમાં જ રહેતા નરાધમો બાળકીઓ અને સગીરાઓને નિશાનો બનાવતા હોવાની આ ચોથી ફરીયાદ નોંધાય છે. ત્યારે હવે આ મામલે માતા-પિતાએ જાગૃત થવું જોઇશે અથવા તો સમાજે આ પ્રકારનાં દુષણો ફેલાવતા લોકો સામે જાગૃત થઇને પોલીસને જાણ કરવી જોઇશે નહિં તો ઘરમાં જ દિકરી સલામત રહેવી મુશ્કેલ છે.


જુઓ LIVE TV...