ગુજરાતી એટલે ગુજરાતી હો...ગીરના જંગલોમાંથી નવા કરોળીયાની પ્રજાતિ શોધી, સમગ્ર વિશ્વમાં વગાડ્યો ડંકો
આજે ગીરનાર જંગલોમાં 150થી વધુ કરોળીયાની પ્રજાતી જોવા મળે છે. આજે દેશભરમાં પાલપી માનસ કરોળીયાની ત્રણ પ્રજાતી જોવા મળે છે, ત્યારે આ ચોથી પ્રજાતિ ગીરનાર જંગલોમાંથી શોધી કાઢવામાં સફળતા મળી છે. આજે અલગ કરોળીયાની પ્રજાતીની શોધ કરી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું નામ રોશન કર્યું
ભાવિન ત્રિવેદી/જૂનાગઢ: ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ ગીરનાર જંગલોમાંથી નવા કરોળીયા પ્રજાતીની શોધ કરીને આજે વિશ્વ ફલક ઉપર નામ રોશન કર્યું છે..
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સાયન્સ બાયોલોજીમાં અભ્યાસ કરતી નમર્તા હુણ નામની વિદ્યાર્થિની છેલ્લા અઢી વર્ષથી ગીરનાર જંગલોમાં કરોળીયા પર રીર્સચ કરીને તેને કરોળીયાની નવી પ્રજાતિની શોધ કરીને વિશ્વ લેવેલે નામ રોશન કર્યું છે. ગીરનાર જંગલોમાં અનેક એવી પ્રજાતી જોવા મળે છે જેમાં નમર્તા હૂંણે કરોળીયા પર ખાસ રીસર્ચ કરીને એક અનોખી પ્રજાતિની ખોજ કરી છે અને તેનું નામ કાલપી માનસ નરસિંહ મહેતાઈ નામ આપ્યું છે.
આજે ગીરનાર જંગલોમાં 150થી વધુ કરોળીયાની પ્રજાતી જોવા મળે છે. આજે દેશભરમાં પાલપી માનસ કરોળીયાની ત્રણ પ્રજાતી જોવા મળે છે, ત્યારે આ ચોથી પ્રજાતિ ગીરનાર જંગલોમાંથી શોધી કાઢવામાં સફળતા મળી છે. આજે અલગ કરોળીયાની પ્રજાતીની શોધ કરી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું નામ રોશન કર્યું અને વિશ્વ લેવલે કરોળીયાની અલગ પ્રજાતી શોધ કરીને પોતાનું નામ વિશ્વ ફલક ઉપર નોંધાવ્યું છે.
આજે નમર્તા હુણના કહેવા મુજબ કરોળીયા આજે ફૂડ ચેંજિંગનું કામ કરે છે તેની પૃથ્વી પર અસર જોવા મળે છે. જેમાં ખાસ ખેતીમાં પણ ખુબ ફાયદો કરે છે. નાની નાની જીવતો ખાઈને તેનો નાશ કરે છે. આ રીતે કરોળીયાની પ્રજાતીએ વિશ્વમાં ફૂડ ચેંજિંગનું કામ કરે છે.
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસરના જણાવ્યા અનુસાર આજે વિશ્વમાં 49 હજાર જેટલા કરોળીયાની પ્રજાતિ જોવા મળે છે. જેમાં આજે બે વર્ષથી સતત નમર્તા હુણ નામની વિદ્યાર્થીનીએ કરોળીયાની નવી પ્રજાતિ ગીરનારના જંગલોમાંથી શોધી કાઢી છે ને નવી કરોળીયાની પ્રજાતિનું નામ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નામ પરથી કાલપી માનસ નરસિંહ મહેતાઈ નામ આપવામાં આવ્યું છે. આજે વિશ્વ લેવલે કરોળીયા પર રીર્સચ કરનાર વર્લ્ડ સ્પાઈડર કેટલોગ નામ નોંધાવીને નમર્તા હુણએ પોતાનું નામ અંકીત કર્યું છે તે ગુજરાત અને જૂનાગઢ માટે ખુબ ખુશીની વાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube