સુરત : સાધિકા સાથે દુષ્કર્મ મુદ્દે આજીવન કારાવાસ ભોગવી રહેલા નારાયણ સાંઇને આજે 14 દિવસના ફર્લો પુર્ણ થતા પોલીસ જાપ્તા સાથે અમદાવાદથી સુરતના લાજપોર જેલ પરત લવાયો હતો. જો કે ધરપકડ સમયે મીડિયા સાથે ગેરવર્તણુંક કરતા નારાયણ સાંઇએ મીડિયા કેમેરાઓ સામે બે હાથ જોડ્યા હતા. જો કે કાંઇ પણ બોલવાનું ટાળ્યું નહોતું. જો કે નારાયણ સાંઇની એક ઝલક માટે સેંકડો સાધકોએ લાજપોર જેલની બહાર પડાપડી કરી હતી. જેના કારણે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના સિન્થેટિક ડાયમંડની વૈશ્વિક સ્તરે વધતી માંગ, વેપારીઓમાં ખુશીનો માહોલ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા નારાયણ સાંઇને 14 દિવસના ફર્લો જામીન મંજુર થયા હતા. નારાયણ સાંઇની માતાને હૃદયની બીમારી હોવાથી કોર્ટે ફર્લો મંજુર કર્યા હતા. જેથી 14 દિવસ પહેલા જેલથી અમદાવાદ પહોંચ્યા હતા. આજે ફ્લો જામીન પુર્ણ થતા ભારે પોલીસ જાપ્તા સાથે ફરી સુરત જેલ લઇ જવાયો હતો. જો કે હજી પણ સાધકોને નારાયણ સાંઇમાં ભગવાન દેખાય છે. સુરત લાજપોર જેલની બહાર સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. નારાયણ સાંઇની ઝલક મળતા સાધકો ખુશ થયા હતા. 


લવ જેહાદ અંગે કાયદો લાવવો જરૂરી, દિકરીઓને ભોળવવાનો પ્રયાસ થાય તે ક્યારે પણ સાંખી શકાય નહી

સુરત લાજપોર જેલ પરત લવાયો હતો. મીડિયા સાથે ગેરવર્તણુંક કરનારા નારાયણ સાંઇ આ વખતે મીડિયા સામે કાંઇ પણ બોલવાનાં બદલે 2 હાથ જોડ્યા હતા. કાંઇ પણ બોલવાનું ટાળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સાધ્વી સાથે દુષ્કર્મ મામલે તેને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. છેલ્લા 7 વર્ષથી તેઓ કારાવાસ ભોગવી રહ્યા છે. માતાની તબિયત સારી હોવાને કારણે હાઇકોર્ટમાં ફર્લોની માંગ કરી હતી. તેને 14 દિવસનાં ફર્લો મંજુર થયા હતા.  જે પુર્ણ થતા ફરી એકવાર સુરત લવાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube