મૌલિક ધામેચા/અમદાવાદઃ બહુ ચર્ચિત આસારામના પુત્ર નારાયણ સાઈ સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત સેશન કોર્ટમાં ચાલી રહેલ કેસમાં જામીન મેળવવા માતાની માંદગીનુ ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. ખોટા સર્ટિફિકેટ અંગે હાઇકોર્ટને જાણ થતાં સોલામાં ફરિયાદ નોંધવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના ડેપ્યુટી રજીસ્ટારે સોલા હાઇકોર્ટમાં નારાયણ સાઈ સામે ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રજૂ કર્યું હતું ખોટુ સર્ટિફિકેટ
જે મુજબ સુરત સેશન્સ કોર્ટમાં ચાલી રહેલ કેસમાં નારાયણ સાઈ જેલમાં છે. જેલમાંથી જામીન મેળવવા નારાયણ સાઈએ માતાની માંદગીનું સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું. રજૂ કરેલ સર્ટિફિકેટ ચકાસવા હાઇકોર્ટે ભરૂચ એસપીને હુકમ કર્યો હતો. ભરૂચ એસપીએ સર્ટિફિકેટ ચેક કરતા તેમાં કેટલાક સુધારા વધારા કર્યા હતા. જેથી સર્ટિફિકેટ અસલના હોવાનું જાણવા મળ્યું હતું.


આ પણ વાંચોઃ સરકારી ભરતી માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતો આરોપી ઝડપાયો, છેલ્લા 10 વર્ષથી કરતો હતો આ કામ


જે મામલે ભરૂચ એસપીએ હાઇકોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. હાઇકોર્ટ દ્વારા આ મામલે ડેપ્યુટી રજીસ્ટારને ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. જેથી હાઈકોર્ટના ડેપ્યુટી રજીસ્ટારે સોલા હાઇકોર્ટમાં નારાયણ સાઈ સામે ફરિયાદ નોંધાવી છે. સોલા હાઈકોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube