હિતલ પારેખ, ગાંધીનગર: ઉન્નાવ ગેંગરેપના કેસમાં પીડિતાના અકસ્માત અંગે મુખ્ય બે આરોપીઓને આજે પુનઃ ગાંધીનગર એફએસએલમાં લાવવામાં આવ્યા છે. બે દિવસથી એફ.એસ.એલ.માં વિવિધ પ્રકારના સાયકોલોજીકલ ટેસ્ટ કર્યા બાદ આજે આ બંને આરોપીઓના નાર્કોટેસ્ટ કરવામાં આવે તેવી સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ગુજરાતના આ મંદિરમાં કરાશે સવાલાખ શિવલિંગની પૂજા, જાણો શું છે મહત્વ


ઉત્તર પ્રદેશના ઉન્નાવ ગેંગરેપના કેસમાં રાયબરેલીમાં સર્જાયેલા પીડિતાના અકસ્માત અંગે મુખ્ય બે આરોપીઓને આજે પુનઃ ગાંધીનગર એફએસએલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરના બે દિવસથી એફ.એસ.એલ.માં વિવિધ પ્રકારના સાયકોલોજીકલ ટેસ્ટ કર્યા બાદ આજે તેમના નાર્કોટેસ્ટ માટે ગાંધીનગર એફએસએલ ખાલે લાવવામાં આવ્યા છે. સેકટર-૭ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આ બંને આરોપીઓને રાખવામાં આવ્યા હતા. ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેન્ગરની સંડોવણીવાડા હાઈ પ્રોફાઈલ કેસમાં સીબીઆઈ દ્વારા ગાંધીનગર એફએસએલની મદદ લેવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- મહેસાણા આંબેડકર બ્રિજ મરણ પથારીયે, લોકોના જીવ પર મંડરાતું જોખમ


આ કેસના સીબીઆઇ તપાસનીશ અધિકારી અને તેમની ટીમ દ્વારા બંને આરોપીઓના ટેસ્ટ લેનાર અધિકારી સમક્ષ દસ કલાક સુધી કેસનું બ્રીફિંગ કરવામાં આવ્યું હતું. સોમવાર સવારે રાયકોલોજીકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. નવ કલાક સુધી આ ટેસ્ટ ચાલ્યો હતો અને હજી મંગળવાર અને બુધવારે પણ આ ટેસ્ટ ચાલશે. જેમાં ઘટનાને લગતા ફૂટેજ, ફોટો, વીડિયો અને કોઇ સંદેશા આપ-લે કર્યા હોય તો તે ઉપરાંત કેસ અને આરોપીઓ વચ્ચે જોડાયેલી તમામ કડી બતાવવામાં આવી હતી.


આ પણ વાંચો:- નર્મદા ડેમનાં 8 દરવાજા ખોલાયા, કાકડીઆંબા તથા ચોપડવાવ ડેમ છલકાયા


શું છે સમગ્ર મામલો
ઉન્નાવના ધારાસભ્ય કુલદીપ સેંગર પર રેપનો આરોપ લગાવનારી પીડિતા પોતાના પરિવારજનો સાથે રાયબરેલીથઈ ઉન્નાવ પરત ફરતા સમયે અકસ્માતનો શિકાર થઈ હતી. પીડિતાની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. આ ઘટનામાં પીડિતાના કાકી અને માસીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે કે પીડિતા અને તેના વકીલ મહેન્દ્રસિંહ ચૌહાણ ગંભીર રૂતે ઘાયલ થયા છે. આ બંનેની દિલ્હીના એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બંનેના સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...