PM મોદીના જન્મદિવસની સુરત થશે ઉજવણી, અધધ મોટી કેક કાપી બનાવાશે રેકોર્ડ
સુરતમાં પણ મોદીના જન્મ દિવસને લઇને અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગમી જન્મદિવસને લઇને જોરશોરથી દેશ ભરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સુરતમાં પણ મોદીના જન્મ દિવસને લઇને અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં મોદીના 68માં જન્મદિવસને લઇને અનોખો રેકોર્ડ બનાવામાં આવશે. મોદીના જન્મ દિવસે સુરતમાં 680 ફૂટ લાબી રેકોર્ડ બ્રેક કેક બનાવામાં આવશે. આ કેક કાપવાથી લઇને ખાવા સુધીમાં અનેક રેકોર્ડ બનાલામાં આવશે.
કેપ કાપીને બનશે અનેક રોકોર્ડ
-680 ફીટ લાંબી કેકનો રેકોર્ડ બનાવાશે
-6,800 કિલો હશે કેકનું વજન
-680 સામાજિક અગ્રણીઓ દ્વારા કેક કાપવાનો રેકોર્ડ
-68 હજાર લોકો દ્વારા કેક ખાવાનો બનાવશે રેકોર્ડ
આટલા લોકો રહેશે હાજર
-68 સફાઇ કર્મીઓ,
-68 દિવ્યાંગ
-68 આર્મી ઓફિસર
-68 ખેલાડી
-68 કન્યા
-68 વનવાસી
-68 વૃદ્ધ આશ્રમના વૃદ્ધો
-68 અંધજન બાળકો
68 પારસી સમાજના અગ્રણીઓ હાજર