અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિત્યક્તા પત્ની જશોદાબેને બુધવારે મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના ગુજરાતના એક પ્રમુખ અખબારમાં મોદીને અપરણિત ગણાવવાના નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. જશોદાબેને પોતાના ભાઈના મોબાઈલથી બનાવવામાં આવેલા એક વીડિયોમાં કહ્યું કે મેં આનંદીબેન દ્વારા પ્રેસમાં નરેન્દ્રભાઈના વિવાહ નથી થયા હોવાની વાતથી અચંબિત છું. તેમણે પોતે લોકસભા ચૂંટણી દરમિયાન 2004માં એક દસ્તાવેજ દાખલ કરતા જાહેરાત કરી હતી કે તેઓ વિવાહીત છે અને તેમાં મારા નામનો ઉલ્લેખ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જશોદાબેને કહ્યું કે એક સુશિક્ષિત મહિલા (ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન) દ્વારા એક શિક્ષક (જશોદાબેન) અંગે આ પ્રકારનું બોલવું એ ખુબ અશોભનીય છે. ફક્ત એટલું જ નહીં પરંતુ તેમના આચરણે ભારતના વડાપ્રધાનની છબિને પણ ધૂમિલ કરી છે. તેઓ મારા માટે ખુબ સન્માનિય છે, તેઓ મારા રામ છે.



ઉત્તર ગુજરાતના પોતાના ગૃહનગર ઊંઝામાં એક વાતચીતમાં પીએમ મોદીના ભાઈ અશોક મોદીએ એ વાતની પુષ્ટિ કરી છે કે વીડિયોમાં જશોદાબેન જ વાત કરી રહ્યાં છે.  તેમણે કહ્યું કે જ્યારે આનંદીબેનનું નિવેદન સોશિયલ મીડિયામાં આવ્યું તો અમને વિશ્વાસ ન થયો. પરંતુ તે જ્યારે 19 જૂનના રોજ પ્રમુખ અખબાર દિવ્ય ભાસ્કરમાં છપાયું તો હવે તે ખોટું હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે આ જ કારણે અમે તેમને જવાબ આપવાનું નક્કી કર્યું. અમે અમારા ઘરે મોબાઈલ ફોનથી એક લેખિત નિવેદન જશોદાબેન દ્વારા વંચાઈ રહ્યું છે તે રેકોર્ડ કર્યું.