• જન ઔષધિ દિન નિમિત્તે આજે PM મોદીએ અમદાવાદના રાજુ ભાયાણી સાથે વાત કરી હતી, તો સાથે જ તેમણે કોરાનાકાળમાં કરેલી કામગીરીના પણ વખાણ કર્યા


ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના જન ઔષધિ દિવસ  (Janaushadhi Diwas) કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. જનઔષધિ દિન નિમિત્તે પ્રધાનમંત્રી (Narendra Modi) એ આ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે સમગ્ર દેશના લાભાર્થીઓ સાથે  વાતચીત કરી હતી. અમદાવાદના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જન ઔષધિ દિન નિમિત્તે આજે PM મોદીએ અમદાવાદના રાજુ ભાયાણી સાથે વાત કરી હતી, તો સાથે જ તેમણે કોરાનાકાળમાં કરેલી કામગીરીના પણ વખાણ કર્યા હતા. રાજુ ભયાની જન ઔષધિ મિત્ર છે, તેઓએ 250 લોકો સાથે મળીને કોરોના કાળમાં અમદાવાદના દર્દીઓને જન ઔષધિ કેન્દ્ર દ્વારા ઘરે ઘરે દવા પહોંચડવાનું કામ કર્યું હતું. 


આ પણ વાંચો : વડોદરા આપઘાત કેસમાં જ્યોતિષીઓના નામ ઉઘાડા પાડનાર ભાવિન સોનીનું પણ મોત, હવે માત્ર વહુ બચી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે ઘરે જનઔષધિ પહોંચાડવાનું કામ કરે છે રાજુ ભાયાણીની ટીમ
પીએમ મોદીએ સંબોધનમાં રાજુ ભાયાણીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, રાજુભાઈ તમને અને તમારા નવયુવાનોને અભિનંદન, તમારી વાતો મને પ્રેરિત કરે છે તેવુ નથી. આ વાત દેશના જેટલા યુવા સાંભળી રહ્યા છે તે તમામને પ્રેરણા આપી રહ્યા છો. કારણ કે, તમે કોરોનાના સંકટમાં પિતાને ગુમાવ્યા, પરંતુ તે વચ્ચે સમાજ માટે કંઈ કરવાનો સંકલ્પ લીધો. તમે ધીરે ધીરે 250 સાથી બનાવયા આજે પણ તમે ઘરે ધરે જનઔષથિ પહોંચાડી રહ્યા છો. તમે દરેક પરિવારના કેટલા રૂપિયા બચાવી રહ્યા છો. દવા સસ્તી મળવાને કારણે લોકો દવાની પાછળ જે જરૂરી ખર્ચ છે તે પણ કરવા લાગ્યા છે. તમે અનેકોની જિંદગી બચાવી છે, હકીકતમાં તમે બહુ જ સારું કામ કરી રહ્યા છો. હું તમારા આ રચનાત્મક કામ માટે અભિનંદન આપુ છુ.


આ પણ વાંચો : અમેરિકામાં વધુ એક ગુજરાતી પર ગોળીબાર, પટેલ મહિલા બની લૂંટારુઓનો શિકાર


પીએમ મોદીએ કહ્યું, તમે દેશની તાકાત છો
સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, લોકો કહે છે કે આપણા દેશના જવાનો તો નકામા ફરતા હોય છે. પણ તમે સિદ્ધ કરી બતાવ્યું કે આવું નથી, આપણા દેશના નવજીવનને સાચો રસ્તો બતાવાય સારુ કામ હોય તેમની પાસે તો જીવન ખપાવી દે છે. તમે આ કરી બતાવ્યું છે. દેશના અનેક જવાનો આવુ કરતા રહે તો તે દેશની મોટી તાકાત બનશે. સાથે જ તેમણે રાજુ ભાયાણીને સલાહ આપતા કહ્યું હતું કે, હું તમને એક નાનકડું કામ બતાવું છું કે, તમે તમારી ટીમ સાથે સરકારના વેક્સીનેશન સેન્ટર પર ડ્યુટી કરો. જેમાં વૃદ્ધ લોકોને ફોર્મ ભરવાથી લઈને બીજા કામ માટે મદદ કરો. તમને આર્શીવાદ મળશે. ત્યારે રાજુભાઈએ આ કામ માટે ઉત્સાહથી હા પાડી હતી. 


આ પણ વાંચો : અમદાવાદ પોલીસે 200 સીસીટીવી ફૂટેજ ફેંદ્યા, આખરે દેખાયા પટેલ દંપતીના 4 હત્યારા


અમદાવાદની જનઔષધિની ટીમના રાજુભાઇએ જણાવ્યું હતું કે, કોરોનાક કારણે મારા પિતાનું અવસાન થયું. ત્યારે મેં વિચાર્યું કે આવું બીજા કોઈની સાથે ન થવું જોઈએ. મહામારીમાં જનઔષધિ મિત્રોએ ઘરે-ઘરે જઈને બીપી અને ડાયાબિટીસના દર્દીઓને દવા પહોંચાડી હતી. તેમણે કહ્યું કે લોકડાઉન જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાનું શરૂ થયું. અમે 8 થી 10 હજાર દર્દીઓને દવા પહોંચાડી છે. અમારી પાસે 250 લોકોની ટીમ છે. અમે દર્દીઓને કહેતા હતા કે તમે મેડિસિન નહીં, મોદીજીની દુકાનમાંથી મોદીસિન લઈ રહ્યા છો. લોકો અમને કહેતા કે તમે હનુમાનજીના સેવક છો અને અમારા માટે સંજીવની લાવી રહ્યા છો.