અમદાવાદઃ ભારતની આઝાદીના 75માં વર્ષે ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. તેઓ અહીંથી દાંડી યાત્રાનો પ્રારંભ પણ કરાવશે. પીએમ મોદી શુક્રવારે સવારે 8.30 કલાકે દિલ્હીથી નિકળશે અને 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ પીએમ 10.30 કલાકે સાબરમતિ આશ્રમ પહોંચશે. અહીં બપોરે 12.15 કલાક સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાલ વેશે. પીએમ નરેન્દ્ર મોદી આશરે બે કલાક અમદાવાદમાં રહેવાના  છે. પીએમ મોદીના આગમન પહેલા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાંડી પુલ સુધી પીએમ મોદી ચાલતા જશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમમાં 12 માર્ચે આવવાના છે. તેમની સાથે કેન્દ્રના અન્ય નેતા તથા ગુજરાતના મુખ્યમંત્રી પણ ત્યાં હાજર રહેશે. દાંડી યાત્રાના 91 વર્ષ પૂર્ણ થવાના અવસરે પીએમ મોદી દાંડી યાત્રાનો પ્રારંભ કરાવશે. પીએમ મોદી દાંડી પુલ પર ચાલતા જશે. આજે એસપીજી અને ગુજરાત પોલીસની ટીમે આ સ્થળોનું નિરીક્ષણ કર્યુ હતું. પીએમ મોદી ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવશે ત્યારબાદ હ્યદય કુંજ જશે. 


આ પણ વાંચોઃ Azadi Ka Amrut Mahotsav: કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ કરશે દાંડી પદયાત્રાનું નેતૃત્વ


દાંડી યાત્રાને આપશે લીલી ઝંડી
‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને એનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.


આ લોકો ગાંધી આશ્રમ હાજર રહેશે
આ પ્રસંગે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી  પ્રહલાદ સિંહ પટેલ, સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી  કાર્તિકેય સારાભાઈ, અમૃત મોદી અને ડૉ. સુદર્શન આયંગર ઉપસ્થિત રહેવાના છે. 


આ પણ વાંચો- આઝાદી કા અમૃત મહોત્સવઃ ગાંધી આશ્રમમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો, કાલે આવશે પીએમ મોદી


યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે
વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવશે, આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ ‘અક્ષર ઘાટ’ છે ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તેમણે મૂળ દાંડીયાત્રામાં ભાગ લીધો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube