આ બેઠકથી પીએમ મોદીની રાજકારણમાં એન્ટ્રી થઈ હતી, મુખ્યમંત્રીની ખુરશી માટે ગણાય છે ‘લકી’
Gujarat Elections : જ્યારે મોદીને ફરજિયાત જીતવી પડે એમ હતી ચૂંટણી, તો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ના હોત!
ચિંતન ભોગાયતા/અમદાવાદ :નરેન્દ્ર મોદી સત્તાધીન થયા એને 7 ઓક્ટોબરના રોજ 21 વર્ષ પૂરાં થયાં. પણ શું તમને ખબર છે નરેન્દ્ર મોદી પહેલી ચૂંટણી ક્યાંથી લડ્યા હતા અને કેવા સંજોગોમાં લડ્યા હતા? અને એ જ બેઠક કેમ નક્કી કરવામાં આવી હતી. આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતની કમાન સોંપવાની હતી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ બનશે એ નક્કી થઈ ગયું હતું. પણ મુખ્યમંત્રી બનવું હોય તો વિધાનસભાની ચૂંટણી જીતવી પડે. ત્યારે શું થયું હતું ને કેવી રીતે ચૂંટણીના મેદાનમાં આવ્યા હતા તે જાણવા જેવું છે.
નરેન્દ્ર મોદી વર્ષો સુધી સંઘના પ્રચારક રહ્યા હતા. 1990ના દાયકામાં ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી હતા અને ઓક્ટોબર 2001માં તેમને મુખ્યમંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી. એ વખતે તેઓ વિધાનસભાના સભ્ય નહોતા. મુખ્યમંત્રી તરીકે રહેવું હોય તો 6 મહિનામાં વિધાનસભામાં ચૂંટાવું અનિવાર્ય હતું. પણ અત્યાર સુધી નેતાઓને ચૂંટણી જીતાડનારા મોદીને ચૂંટણી જીતવા માટે અને મુખ્યમંત્રી બની રહેવા માટે કઈ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવા એ મોટો સવાલ હતો.
આ પણ વાંચો : ચૂંટણીમાં વિકાસ કાર્યોથી જનતાને આકર્ષવાની ભાજપની સ્ટ્રેટેજી આ વખતે કામ કરશે?
તો એ વખતે બે બેઠક ભાજપ માટે સૌથી સિક્યોર ગણાતી. એક હતી એલિસબ્રિજ બેઠક અને બીજી હતી રાજકોટ-2 બેઠક. એટલે કે હાલની રાજકોટ પશ્ચિમ બેઠક. ભાજપે નરેન્દ્ર મોદી માટે નક્કી કરી રાજકોટ પશ્ચિમ બેઠક. વજુભાઈ વાળા આ બેઠક પરથી સતત જીતતા હતા. નરેન્દ્ર મોદી માટે આ બેઠક પસંદ કરાઈ હોવાથી વજુભાઈએ રાજકોટ પશ્ચિમ બેઠક ખાલી કરી દીધી અને આવી પેટાચૂંટણી.
પેટાચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બેઠકથી ઉમેદવારી કરી. ફેબ્રુઆરી 2002માં મુખ્યમંત્રી તરીકે તેઓ રાજકોટથી પેટાચૂંટણી લડ્યા અને જીત્યા. ઘણાને ચૂંટણી જીતાડવાનો તેમને અનુભવ હતો, પરંતુ પોતાના જીવનની પહેલી ચૂંટણી તેઓ રાજકોટમાંથી લડ્યા અને 14 હજારથી વધુ મતથી વિજેતા બન્યા હતા. 24 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થતાંની સાથે જ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી યથાવત રહ્યા. તેના પછી જે થયું એની સાક્ષી આખી દુનિયા છે.
આ પણ વાંચો : કેજરીવાલનો જન્મ તો બદલાતો રહે છે... કંસવાળા નિવેદન પર હર્ષ સંઘવીએ આપ્યો જવાબ
વજુભાઈ વાળા પણ આ બેઠક પરથી સતત જીતતા હતા, પણ ક્યારેય મુખ્યમંત્રી ન બની શક્યા. જો કે મોદીની ગેરહાજરીમાં તેઓ ઈન્ચાર્જ સીએમ સુધીનું પદ ભોગવી ચૂક્યા છે. 2014માં વજુભાઈ કર્ણાટકના રાજ્યાલ બનતાં આ બેઠક પરથી તેમણે રાજીનામું આપ્યું હતું. તેમના પછી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરનારા વિજય રૂપાણી પણ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આમ, રાજકોટની આ બેઠક એવી સીટ છે જેના પરથી લડીને મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચી શકાય છે.