‘ભલે મારી છાતી 56ની ન હોય, પરંતુ 56 હિરોઈનનો હીરો બન્યો’ Exclusive ઈન્ટરવ્યૂમાં નરેશ કનોડિયાએ કહી હતી આ વાત
- મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયાનો 20 ઓગસ્ટના રોજ જન્મદિવસ હતો. ત્યારે તેમના જન્મદિવસે ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની દ્વારા ખાસ ઈન્ટરવ્યૂ લેવાયો હતો.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતી સિનેજગતની રામ-લક્ષ્મણની જોડી સ્વર્ગ સિધાવી છે. ચાહકો પાસે માત્ર કનોડિયા બંધુઓની યાદ રહી ગઈ છે. આજે તેમના ચાહકોની આંખ ભીની થઈ હતી. જેઓને સિલ્વર સ્ક્રીન પર જોઈને સિટી વગાડીને ચીચીયારી પાડી છે, તેવા ગુજરાતના એકમાત્ર કલાકાર નરેશ કનોડિયા (Naresh kanodia) એ દુનિયામાથી વિદાય લીધી છે. તેઓ ખુશમિજાજી અને જિંદાદિલ વ્યક્તિ હતા. તેઓ અભિનેતાની સાથે નેતા પણ હતા. મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયાનો 20 ઓગસ્ટના રોજ જન્મદિવસ હતો. ત્યારે તેમના જન્મદિવસે ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની દ્વારા ખાસ ઈન્ટરવ્યૂ લેવાયો હતો. ત્યારે આ યાદગાર ઈન્ટરવ્યૂ અને ઝી 24 કલાકના વાચકો અને નરેશ કનોડિયાના ચાહકો માટે રજૂ કરી રહ્યાં છે. ગુજરાતી ફિલ્મોના રજનીકાંત કહેવાતા નરેશ કનોડિયાએ ઝી 24 કલાકના શીર્ષ સંવાદમાં કેવી કેવી વાત કરી તે જોઈએ....
આ પણ વાંચો : 72 અભિનેત્રી સાથે કામ કરનાર નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના શમ્મી કપૂર કહેવાતા હતા
અહી સુધીની સફર કેવી રહી?
અમારા જેટલુ ગરીબ કોઈ નહિ હોય, તેવી પરિસ્થિતિમાંથી અમે બહાર આવ્યા હતા. મહેશભાઈ બાળપણથી સરસ ગાતા હતા. કુદરતી રીતે તેમનો અવાજ લતા મંગેશકરને મળતો આવતો હતો. તેનાથી તેઓ આગળ આવ્યા. મહેશ એન્ડ પાર્ટીના અમે 15000 જેટલા શો અરાઉન્ડ ધી વર્લ્ડ કર્યાં છે.
તમને લોકો જોની જુનિયર કેમ કહેતા?
હું પાર્ટીમાં એન્કરિંગ તો કરતો ,પણ સાથે દરેક કલાકારના ડુપ્લીકેટ અવાજ અને તેમની એક્ટિંગ પણ કરી શક્તો હતો. તેમાં મારા પ્રિય કલાકાર જોની વોકર હતા. તેથી હું હંમેશા મારા એન્કરિંગની શરૂઆત ‘તેલ માલીશ.. સર જો તેરા ચકરાયે....’ ગીતથી કરતો હતો. તેથી પબ્લિકે મને જોની જુનિયર નામ આપ્યું હતું. મને ડ્રેસ ચેન્જ કરવાની આદત હતી. પેટીઓ અને પેટીઓ ભરીને મારા કપડા હતા. લોકો મને કાકા કહીને હુલામણા નામથી બોલાવતા. કારણ કે, હુ કાકાના નામે બહુ જ જોક્સ કરતો હતો.
આ પણ વાંચો : મોટા બાપા અને પિતાના નિધનથી ભાંગી પડ્યા હિતુ કનોડિયા, કહ્યું-સાથે જ જીવ્યા અને સાથે મર્યાં
ભલે મારી છાતી 56ની ન હોય, પરંતુ 56 હિરોઈનનો હીરો બન્યો
મેં 150 ફિલ્મોમાં હીરો તરીકે કામ કર્યું. ભલે મારી છાતી 56ની ન હોય, પરંતુ 56 હિરોઈનનો હીરો બન્યો. દોઢસો જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું. આવામાં એક ફિલ્મની અંદર 6 ગીત હોય. તો 150 ફિલ્મોમાં કયુ ગીત સારું એ કેવી રીતે કહી શકું. મારા બધા જ ગીત સરસ હતા. અમે માત્ર ગીત સ્ટાર્ટ કરીએ, તો લોકો ગીત ગાવા લાગતા. મહેશ-નરેશની એ ખૂબી હતી કે, લોકોને આખેઆખા ગીત યાદ આવતા હતા. જાગરે માલણ જાગ... ફિલ્મને 11 એવોર્ડ મળ્યા હતા. એ ફિલ્મને 11 એવોર્ડ મળ્યા હતા. એ ગીત સંજીવ કુમાર પર પિક્ચરાઈઝ થયું હતું. સંજીવ કુમાર મને કહેતા કે આ ગીત હું રાત્રે સાંભળીને જ સૂઈ જવું છે.
નરેશ કનોડિયા અર્બન સિનેમાને કેવી રીતે જુએ છે
આ વિશે તેઓએ કહ્યું કે, જમાનો બદલાતો હોય એટલે બધી વસ્તુ બદલાતી હોય છે. જમાનો જેમ ચાલે તેમ ચાલવુ પડે. પણ, અર્બન નામ તો હમણા પડ્યું. મહેંદી રંગ લાગ્યું તે પિક્ચર અર્બન જ હતું. હાલની ગુજરાતની ફિલ્મોમાં સારા કલાકાર છે, સરસ ફિલ્મો આવી. પરંતુ તેમાં ઘાઘરો-કબજાની વાત કહે એટલે આપણને દુખ થાય. ચણિચાચોળી અને કેડિયા શુ પહેરવાના, નદી-ઝાડ હોય અને નરેશ-સ્નેહલતા બેસેલા હોય એવુ લોકો કહે. પણ એમાં પણ વાત હતી. ઘાઘરા-ચોળી માટે જે મજાક કરાય છે ખોટુ છે. હેલ્લારોને નેશનલ એવોર્ડ મળ્યો. તેમા વેશ કયો હતો. તેમાં આપણી જ વાત હતી, છતા નેશનલ એવોર્ડ મળ્યો. તેથી લોકોએ બોલતા પહેલા વિચારવું જોઈએ.
આ પણ વાંચો : નરેશ કનોડિયાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, ચોધાર આસુએ રડી પડ્યા લાખો ચાહકો
રમેશ મહેતા સાથે નરેશ કનોડિયાની જોડી....
એક પિક્ચરમાં 4 હિરોઈન હોય તેવી ફિલ્મમાં પણ મેં કામ કર્યું છે. જયશ્રીબેન અને પિંકી પરીખ જેવી મા-દીકરી અભિનેત્રીઓ સાથે પણ મેં કામ કર્યું હતું. રમેશ મહેતાના યાદ કરતા તેઓએ કહ્યું કે, રમેશ મહેતાને ભૂલાય એમ નથી. તેઓ માત્ર કોમેડિયન ન હતા, પણ રાઈટર પણ હતા. એમના જેવા તો પહેલા ફિલ્મો ચાલે નહિ એવુ થતું. હીરો એકબાજુ રહી જાય.