નરેશ પટેલનું આજે કોકડું ઉકેલાશે, કાગવડથી કરશે રાજકારણની ખાસ જાહેરાત
Naresh Patel Big Decision : રાજકારણમાં ન પ્રવેશવાની નરેશ પટેલ આજે કરશે સત્તાવાર કરશે જાહેરાત.... નરેશ પટેલની પત્રકાર પરિષદમાં પ્રશાંત કિશોર વર્ચ્યુઅલી નહિ જોડાય
રાજકોટ :ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં નહિ આવે તે હવે સામે આવી ગયુ છે. ત્યારે આજે તેઓ વિધિવત રીત રાજકારણમાં ન જોડાવાની જાહેરાત કરશે. ખોડલધામ કાગવડમાં ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલ બંધબારણે બેઠક કરશે. જેના પાદ તેઓ પત્રકાર પરિષદમાં પોતાનો રાજકીય નિર્ણય જાહેર કરશે. આ જાહેરાત એટલા માટે ખાસ બની રહેશે કે, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ નરેશ પટેલની PC માં જોડાશે તેવી અગાઉ જાહેરાત કરાઈ હતી, પરંતુ આજે અપડેટ આવ્યા પ્રશાંત કિશોર વરચ્યુઅલી પણ નહિ જોડાય.
રાજનીતિના PK વર્ચ્યુઅલી નરેશ પટેલની પત્રકાર પરિષદમાં જોડાશે તેવી ગઈકાલે વાત હતી. પરંતુ આજે સમીકરણો બદલાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ માટે PK ની સલાહ લેતા હતા. નરેશ પટેલ હંમેશા પ્રશાંત કિશોરને પોતાના મિત્ર ગણાવી ચૂક્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, કોંગ્રેસ ડૂબતી નાવ છે. ત્યારે નરેશ પટેલના રાજકારણમાં નહિ જોડાવા પાછળ પણ શું પીકેનું ભેજુ છે?
પાટીદારોની બેઠકમાં નરેશ પટેલની ગેરહાજરી
ગઈકાલે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખો અને ટ્રસ્ટીઓની વિશ્વ ઉમિયાધામ જાસપુર બંધબારણે બેઠક કરી છે. સરકાર સામે અનેક માંગોને લઈને પાટીદાર સમાજના વડાઓની મળેલી આ બેઠક ખાસ હતી. જેમાં સમાજના પણ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરાઈ. પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે તેમજ બિનઅનામત આયોગ અને નિગમમાં પડતર પ્રશ્નોના નિકાલે અંગે પણ ચર્ચા કરાઈ. આ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ હાજર રહેવાના હતા. પરંતુ તેઓ બેઠકમાં ક્યાંય જોવા મળ્યા ન હતા. જ્યાં પાટીદારની વિવિધ સંસ્થાઓના પ્રમુખ મળતા હોય ત્યારે નરેશ પટેલની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી.