અમદાવાદ :નરેશ પટેલ હવે શું કરશે.... નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીનો મુદ્દો ફરી એકવાર ગુંચવાયો છે. નરેશ પટેલ અને રઘુ શર્મા ગઈકાલે દિલ્ગી ગયા હતા અને બંનેએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી હોવાની ખબર પણ સામે આવી છે, જો કે હવે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના ટ્વીટથી મામલો ગરમાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશાંત કિશોરના ટ્વીટ બાદ ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. પ્રશાંત કિશોરે ગઈકાલે કહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ હારી શકે છે. પ્રશાંત કિશોરે ગુજરાતમાં કોંગ્રેસની હારની ભવિષ્યવાણી કરતા જ કોંગ્રેસી નેતાઓનું ટેન્શન વધી ગયુ છે. અગાઉ નરેશ પટેલ જણાવી ચૂક્યા છે કે પ્રશાંત કિશોર તેમને સાથ આપશે. ત્યારે પ્રશાંત કિશોરના નિવેદન બાદ ફરી નરેશ પટેલનો કોંગ્રેસના આગમનનો મુદ્દો ગૂંચવાયો છે. હવે નરેશ પટેલ શું નિર્ણય લે છે તેના પર છે સૌની નજર છે. એક તરફ PK કહે છે કે ગુજરાતમાં કોંગ્રેસ હારશે, તો બીજી તરફ નરેશ પટેલ PK ની સલાહ લેવાના છે. આવામાં રાજકારણ ગરમાયું છે કે, પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને કહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ હારી શકે છે. 


આ પણ વાંચો : ધિક્કાર છે ભાવનગરના તંત્રને, રાજવીઓએ આપેલા મહામૂલો વારસો ખંડેર બનાવી દીધો


આ વચ્ચે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નરેશ પટેલ આજ સાંજ સુધી પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. દિલ્હીમાં નરેશ પટેલના જોડાવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. આજે બપોરે તેઓ દિલ્હીમાં રાહુલ અને સોનિયા ગાંધીને મળવાના છે. આ બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે, જેના બાદ જ જાહેરાત કરવામા આવશે. 


આ ઉપરાંત કોંગ્રેસની ચિંતન શિબિર પર પણ પ્રશાંત કિશોર બોલ્યા છે કે, ચિંતન શિબિરથી કઈ સાર્થક નથી થયું. પીકેના આ ટ્વીટના લીધે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની ચિંતા વધી છે. ઉદયપુરમાં કૉંગ્રેસની ચિંતન શિબિરમાં કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત તમામ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં, એટલું જ નહીં, ગુજરાતના 14 નેતાઓએ પણ ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો. નરેશ પટેલે અગાઉ કહ્યુ હતું કે, પ્રશાંત કિશોર મારા મિત્ર છે અને હું પ્રશાંત કિશોરની સલાહ લઈશ અને તેઓ મને સાથ આપશે.  


આ પણ વાંચો : વિશ્વના સૌથી મોટા ઝૂમાં નવા 95 પ્રાણી આવ્યા, મોરક્કોથી ખાસ કાર્ગો દ્વારા જામનગર લાવવામાં આવ્યા


તો બીજી તરફ, હાર્દિક પટેલના કોંગ્રેસ છોડ્યા બાદ હાર્દિક સાથે સંકળાયેલા નેતાઓ પર કોંગ્રેસની નજર છે. હાર્દિક સાથે કેટલાક પાટીદાર ધારાસભ્સ પણ પાર્ટી છોડવાની આશંકા છે. હાર્દિક સાથે સંકળાયેલા કે હાર્દિક થકી ધારાસભ્યો બનેલા નેતાઓ કોંગ્રેસના રડારમાં છે. જેમાં કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા સહિતના પાટીદાર ધારાસભ્યો હાર્દિક સાથે જાય તેવો કોંગ્રેસને ડર પેસ્યો છે. જોકે નરેશ પટેલની નિર્ણય પર પાટીદાર નેતા અને ધારાસભ્યોની નજર છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો પાટીદાર નેતાઓની કોંગ્રેસ છોડવા પર બ્રેક લાગી શકે છે.