ઝી બ્યુરો/અમરેલી: મોરબીના નકલી ટોલ નાકાના કેસમાં નરેશ પટેલે સવાલને ટાળીને પાટીદાર સમાજના આગેવાન જેરામ પટેલનો પક્ષ લીધો છે. જી હા... ઝી 24 કલાકે જ્યારે તેમને પૂછ્યું કે નકલી ટોલનાકું ખોલીને 82 કરોડની લૂંટ ચલાવવાના કેસમાં જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સામે કેસ નોંધાયો છે. આ અંગે તમે શું કહેશો. તો નરેશ પટેલે કેમેરા સામે આ વિષય પર વાત કરવાનું જ ટાળી દીધું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં, નરેશ પટેલે મોરબી બ્રિજ કાંડમાં 135 લોકોના મૃત્યુ કેસમાં આરોપી જયસુખ પટેલની તરફેણમાં પણ નરેશ પટેલ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે સારા અને નિર્દોષ લોકોને સજા ન થવી જોઈએ. આ જ પ્રશ્ન વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને પૂછવામાં આવ્યો ત્યારે હાર્દિકે કહ્યું હતું કે કોઈ પણ કેસમાં સમગ્ર પાટીદાર સમાજને બદનામ કરવાના બદલે જે આરોપી છે અને જે દોષિત છે તેને સજા મળવી જોઈએ. જેથી પાટીદાર સમાજનું નામ ખરાબ ન થાય. જો કે નરેશ પટેલ આરોપીઓના સમર્થનમાં દેખાઈ રહ્યા છે.


મોરબી પુલ દુર્ઘટના મામલે નરેશ પટેલની પ્રતિક્રિયા
ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અમરેલીમાં સર્વ સમાજ કેન્સર હૉસ્પિટલ બનાવી રહ્યું છે. હૉસ્પિટલનું ભૂમિપૂજન 21 જાન્યુઆરી 2024ના દિવસે થશે. ત્યારે આ પ્રસંગે કાગવડ ખોડલધામ  ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે હાજરી આપી હતી. જ્યાં તેમણે વઘાસિયા ટોલનાકા મુદ્દે મૌન સેવી નાંખ્યું હતું, પરંતુ મોરબી પુલ દુર્ઘટના મામલે નરેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી.


સર્વ સમાજ માટે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન 
રાજકોટ કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અહીં એક પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી 21 જાન્યુઆરીના રોજ અમરેલી ગામ ખાતે ભૂમિપૂજનના કાર્યક્રમની માહિતી આપશે. અમરેલી ગામ ખાતે સર્વ સમાજ માટે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. 


જયસુખ પટેલ અંગે સરકારે જામીન આપવા કર્યું  સોગંદનામું 
નરેશ પટેલે વઘાસિયા ટોલનાકા મુદ્દે મૌન સેવ્યું હતું. સીદસર ઉમિયાધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન જયરામ પટેલના પુત્ર અમરશી પટેલનું નામ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપી નહોતી. જ્યારે મોરબી બ્રિજ દુર્ઘટના અંગે નરેશ પટેલે એક નિવેદન આપ્યું હતું. જેમાં સરકારે કોર્ટમાં કરેલા સોગંદનામા મુદ્દે કહ્યું કે નિર્દોષ લોકોને ન્યાય મળવો જોઈએ. જયસુખ પટેલ અંગે સરકારે જામીન આપવા સોગંદનામું કર્યું છે. 


ખેડૂતોના વિરોધ પર નરેશ પટેલનું નિવેદન
રાજકોટ કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આજે પત્રકાર પરિષદ કરી. પત્રકારો સાથે વાતચીતમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતોના વિરોધના મુદ્દે તેમણે ખેડૂતોનો પક્ષ ખેંચ્યો. નરેશ પટેલે કહ્યું કે સરકારે તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવું જોઈએ. એવી સ્થિતિ જ ન થવા દેવી જોઈએ કે ખેડૂતોએ વિરોધ કરવો પડે.