દીક્ષિત સોની/અમદાવાદ : ગુજરાતમાં હાલ નરેશન પટેલનું નામ પાટીદાર અગ્રણી કરતા પણ તે કયા પક્ષમાં જોડાશે તે મુદ્દે સૌથી વધારે ચર્ચામાં છે. તમામ પક્ષો તેમને પોતાની તરફ કરીને પાટીદાર મત દ્વારા પોતાનો પક્ષ મજબુત કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં નરેશ પટેલ કયા પક્ષ સાથે જોડાશે તે સૌથી મહત્વનો મુદ્દો છે. જો કે ZEE 24 KALAK પાસે સૌથી EXCLUSIVE માહિતી મળી છે. જેના અનુસાર નરેશ પટેલ કોઇ પણ પક્ષમાં જોડાય તેવી શક્યતા નહીવત્ત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેશ પટેલ પર ગંભીર આરોપ, કહ્યું- ખોડલધામને રાજકીય અખાડો બનાવવા જઈ રહ્યા છે


આપ સાથે જોડાયેલા સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નરેશ પટેલ સાથે મુલાકાત થઇ ચુકી છે. તેઓની માંગણી એટલી વધારે છે કે, કોઇ પણ સ્થિતિમાં આપ સાથે તે જોડાય તેવી શક્યતા નહીવત્ત છે. નરેશ પટેલે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે પોતાને મુખ્યમંત્રીપદના આપના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત ગુજરાતની તમામ રાજ્યસભાની સીટો પણ તેઓ જેને કહે તેને જ ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. 


પાટીદારોને રાહત: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આંદોલન સમયના 10 કેસ પાછા ખેંચાયા


જે મુદ્દે અરવિંદ કેજરીવાલ અને નરેશ પટેલ વચ્ચે કોઇ વ્યવસ્થિત બેઠક થઇ શકી નહોતી. જેના પગલે હવે આપે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે આ માંગણીઓ સાથે તો પટેલનો સમાવેશ આપમાં કરવો મુશ્કેલ છે. જેથી જો તેઓ પોતાની માંગણીમાં ઘટાડો કરે તો આપમાં જોડાવાની શક્યતાઓ છે. બાકી હાલ તો આપમાં નરેશ પટેલ જોડાય તેવી શક્યતાઓ નહીવત્ત છે. 


પંજાબના ચાણક્ય બન્યા ગુજરાતના પ્રભારી, વિધાનસભા ચૂંટણી માટે AAPએ કમર કસી


આ ઉપરાંત નરેશ પટેલ સાથે સંકળાયેલા સુત્રો દ્વારા પણ માહિતી આપવામાં આવી છે કે, નરેશ પટેલ હવે કોઇ પણ પક્ષમાં જોડવાની ઇચ્છા નથી રાખતા. કારણ કે તેમની તમામ માંગણીઓ સાથે તેનો કોઇ પણ પક્ષ સ્વિકાર કરી શકે તેમ નથી. ભાજપ તો કોઇ પણ કાળે નરેશ પટેલની માંગણીઓ સ્વિકારે તેમ નથી. તો બીજી તરફ આપ દ્વારા પણ તેમની મોટી માંગણીઓનો ઇન્કાર કરી દેવાયો છે. તેવામાં કોંગ્રેસ સિવાય ક્યાંય પણ તેમનો સમાવેશ થવો મુશ્કેલ છે. આ ઉપરાંત નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની શક્યતા નહીવત્ત એ છે. કારણ કે નરેશ પટેલ પોતે માને છે કે, કોંગ્રેસની જીતવાની શક્યતાઓ ઓછી છે. તેવામાં નરેશ પટેલ કોંગ્રેસમાં નહી જોડાય તેથી નરેશ પટેલની રાજકીય કારકિર્દીનું બાળમરણ જ થાય તેવી શક્યતા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube