ઝી ન્યૂઝ/રાજકોટ: રાજકારણમાં નરેશ પટેલની એન્ટ્રી ક્યારે થશે? આ સવાલ હાલ ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યો છે. કેમ કે, નરેશ પટેલ રાજનીતિમાં આવવા અંગે છેલ્લાં 6 મહિનાથી માત્ર તારીખ પે તારીખ આપી રહ્યા છે. પરંતુ કોઈ નિર્ણય જાહેર કરતા નથી. ફરી એકવાર નરેશ પટેલ અને સી.આર. પાટીલ સાથે દેખાયા હતા, પરંતુ ફરી એકવખત રાજનીતિમાં જોડાવા અંગે નરેશ પટેલે નવી તારીખ આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં એક ખાનગી જીમના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં રાજકોટમાં સીઆર પાટિલ અને નરેશ પટેલ સાથે દેખાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. નરેશ પટેલ ક્યારે અને કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે ત્યારે આ અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમને રાજકીય રંગ ના આપવો જોઈએ. કઈ પાર્ટીમાં જવું તેવો હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. અને આગામી એક સપ્તાહમાં તમામ અટકળોનો અંત આવશે. રાજકારણ સાથે જોડાયેલા સૂત્રોના મતે જુનના અંત સુધીમાં નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરે તેવી સંભાવના છે. 


બીજી બાજુ નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે? નરેશ પટેલ તારીખ પે તારીખ આપી રહ્યા છે. પણ નરેશ પટેલ કયા પક્ષમાં અને ક્યારે જોડાશે તે સૌથી મોટો સવાલ છે. તમને જણાવી દઈએ કે નરેશ પટેલ 100 દિવસથી માત્ર તારીખ આપી જ રહ્યા છે. નરેશ પટેલ 100 દિવસમાં 7 વખત તારીખ આપી ચૂક્યા છે. નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે કોઈ ઠેકાણા નથી.


Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસું ક્યારે? આ તારીખથી પડશે વરસાદ, આવશે વાવાઝોડું, શું કહે છે હવામાન વિભાગની આગાહી


નરેશ પટેલને રાજકારણમાં જોડાવવા અંગે જિમના ઉદ્દઘાટન પ્રસંગમાં એક સવાલ કરાયો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, દરેક જિમ ભાઈઓ મારી હાર્દિક શુભકામના છે. હું એક અઠવાડિયામાં રાજકારણમાં એન્ટ્રી લઇશ કે નહીં તે જણાવીશ.


GSEB Gujarat Board 10 Result 2022: ધો. 10નું પરિણામ જાહેર: બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ આ રીતે જોઈ શકે છે ઓનલાઈન


નોંધનીય છે કે, સી.આર. પાટીલ રવિવારે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓએ રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર બની રહેલા ભાજપના ‘મિની કમલમ’ કાર્યાલયની સ્થળ વિઝિટ કરી હતી. બાદમાં સાંજે મવડી રોડ પર આવેલા જીથરીયા હનુમાન પાસે ધ જીમ વર્લ્ડના ઓપનિંગના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ સાથે જોવા મળ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube