મિતેશ માળી, કરજણ: કરજણ નારેશ્વર યાત્રાધામ ખાતે આવેલ શ્રી રંગ અવધૂત મહરાજ નું મંદિર હાલમા ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને દર્શન માટે મંદિર અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય નારેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવમાં આવેલ છે. જેમાં કાર્તિકી પૂનમના દર્શન પણ બંધ રહેશે. પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો નારેશ્વર પગપાળા આવતા હોય છે. પંરતુ કોરોનાની મહામારીને લઈને મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોરોના વાઈરસના વધતા જતા કેસોને લઈને કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે આવેલ શ્રી રંગ અવધૂત મહારાજનું મંદિર દર્શન માટે અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય નારેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. ભક્તો પગપાળા નારેશ્વર આવે છે અને પૂનમ-દેવદિવાળીએ દર્શનનો લાભ લે છે. 


આ કાર્તિકી પૂનમ એટલે કે દેવદિવાળીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો નારેશ્વર દર્શને આવે છે. પરંતુ આ વખતે કોરોનાનું સંક્રમણ અટકાવા નારેશ્વર ખાતે રહેવા માટે રૂમો અને ભોજન શાળા બંધ રહેશે તેમજ શુક્રવારથી અચોક્કસ મુદત માટે મંદિર પણ બંધ રાખવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube