પાટણઃ રાજ્યની જીવાદોરી સમાન ગણાતી નર્મદા કેનાલોના બાંધકામમાં આચરવામાં આવેલો ભ્રષ્ટાચાર અવાર-નવાર 'ગાબડા'ના નામે પોકારે છે. જે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા આ કેનાલો બનાવાઈ છે, તે કેનાલોમાં ગાબડાં પડવાને કારણે ખેડૂતોને ફાયદો થવાના બદલે મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. શનિવારે શંખેશ્વર પાસે કેનાલમાં ગાબડું પડતાં આસ-પાસની 50 વિઘા જમીનમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શંખેશ્વરની પાડીવાળા ડિસ્ટ્રીક્ટ કેનાલમાં 5 ફૂટનું ગાબડું પડ્યું હતું. આ ગાબડામાંથી કેનાલમાં વહેતું પાણી આજુ-બાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું. આ પાણીના કારણે ખેતરોમાં વાવામાં આવેલા ચણા, સવા, જીરું સહિતના પાકોમાં પાણી ફરી વળ્યું હતું અને ખેડૂતોને મોટું નુકસાન વહોરવાનો વારો આવ્યો હતો. 


કમોસમી વરસાદ બન્યો રવિ પાકનો દુશ્મન, ઓછું થયું થયું વાવેતર


સરકારમાં જ્યારે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે સરકાર એવું કહીને હાથ ઊંચા કરી લે છે કે, નર્મદા કેનાલોમાં ઊંદરોના કારણે ગાબડાં પડે છે. કારણ ગમે તે હોય, પરંતુ ખેડૂતોને જે રીતે નુકસાન થાય છે તેનું તેમને વળતર મળતું નથી અને ખેડૂતની એક આખી સિઝન નિષ્ફળ જતી હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....