હીતલ પારેખ/ગાંધીનગરઃ રાજ્યમાં સિંચાઈ માટે નર્મદા કેનાલ બનાવવામાં આવી છે, પરંતુ આ કેનાલોમાં અવાર-નવાર ગાબડાં પડવાની ફરિયાદો જોવા મળતી હોય છે. ગાબડાં પડવાને કારણે કેનાલ તુટી જાય છે અને તેનું પાણી નજીકમાં રહેલા ખેતરોમાં પ્રવેશી જતાં જે-તે ખેતર માલિકોને પણ મોટું નુકશાન થતું હોય છે. સરકારે નર્મદા કેનાલમાં પડતાં ગાબડાં માટે ઊંદર અને નોળિયાને જવાબદાર ઠેરવતાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાઓએ અનેક સવાલો પુછ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા નર્મદા કેનાલમાં કેટલા ગાબડાં પડ્યા અને વારંવાર ગાબડાં પડવાનું શું કારણ છે એ પ્રકારનો સવાલ પુછવામાં આવ્યો હતો. શૈલેષ પરમારના સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે, "31-05-2019 સુધીના બે વર્ષમાં ગાબડાં પડવાના કુલ 207 બનાવો બન્યા છે. આ ગાબડાં રીપેર કરવા પાછળ સરકારે રૂ.77.82 લાખનો ખર્ચ કર્યો છે."


નર્મદા કેનાલોમાં ગાબડાં પડવાના કારણ અંગે સરકારે જણાવ્યું કે, "ઉંદર અને નોળીયાના દરમાં લીકેજ હોવાના કારણે નર્મદા કેનાલમાં ગાબડાં પડે છે. આ ઉપરાંત, નહેર ઓવરટોપ થવાથી, જૂના અને નવા કામના જોઈંટ નબળા હોવાથી, નહેર ઉભરાવાથી અને જાળવણીમાં ખામીને કારણે પણ ગાબડાં પડે છે."


એલડી આર્ટ્સ કોલેજમાં અસામાજિક તત્વોની દાદાગીરી, પ્રિન્સિપાલ ઓફિસમાં કરી તોડફોડ  


સરકારે જ્યારે એવું જણાવ્યું કે, ઊંદર અને નોળિયાના કારણે નર્મદા કેનાલમાં ગાબડાં પડે છે ત્યારે કોંગ્રેસના કોંગ્રેસના ઉપદંડક શૈલેષ પરમારે સરકારના જવાબ સામે સવાલ ઉઠાવ્યા હતા. શૈલેષ પરમારે સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે, "આ ઉંદર અને નોળીયા ક્યા છે? બે પગના કે ચાર પગના? આ ઉંદર અને નોળીયા કયા હતા એની સરકારે તપાસ કરવી જોઈએ અને તેમની સામે પગલાં લેવાં જોઈએ."


શૈલેષ પરમારે સરકારની કાર્યવાહી સામે આરોપ લગાવતા કહ્યું કે, નર્મદા કેનાલમાં પડતા ગાબડાં અંગે એક પણ એજન્સી સામે કાર્યવાહી કરાઈ નથી. બધાની મિલિભગત છે. સરકાર દ્વારા હજુ સુધી એક પણ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી નથી.


જૂઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....