અલ્કેશરાવ/બનાસકાંઠા:બનાસકાંઠાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ છે. વાવના ચોથાનેસડા પાસે નર્મદાની કેનાલમાં ગાબડુ પડ્યું છે. કેનાલમાં ગાબડુપડવાથી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. એક તરફ સરકાર કેનાલોમાં માંડ માંડ પાણી આપે છે. ત્યારે કેનાલોમાં અવારનવાર ગાબડા પડવાને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન ભોગવવું પડે છે. ખેતરોમાં પાણી ફરી વળવાને કારણે ખેડૂતોના ઉભાપાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. આ અંગે ખેડૂતો દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતા પણ કેનાલના અધિકારીઓ કોઇ પણ પ્રકારનો જવાબ આપવા માટે તૈયાર નથી.