સીએમ અને ડેપ્યુટી સીએમ પહોંચ્યા નર્મદા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું કર્યું નિરીક્ષણ
સીએમ અને ડેપ્યુટી સીએમ હેલીકોપ્ટર મારફતે નવાગામ હેલીપેડ પહોંચ્યા હતા. ત્યારબાદ બંન્નેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ચાલી રહેલી કામગીરીની તમામ વિગતો મેળવી હતી.
નર્મદાઃ સરદાર સરોવર ડેમની નજીક સાધુબેટ પર સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે આ કામગીરીની સમીક્ષા કરવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કેવડિયા કોલોની પહોંચ્યા હતા.
સીએમ અને ડેપ્યુટી સીએમ હેલીકોપ્ટર મારફતે નવાગામ હેલીપેડ પહોંચ્યા હતા. ત્યારબાદ બંન્નેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ચાલી રહેલી કામગીરીની તમામ વિગતો મેળવી હતી. મહત્વનું છે કે, આ પ્રતિમાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 31 ઓક્ટોબરે કરવામાં આવશે.
આ કામ કોઇપણ ભોગે 31 ઓક્ટોબર પહેલા પૂર્ણ કરવા માટે જોરશોરથી કામગીરી ચાલી રહી છે. જે કંપનીને કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેણે તમામ કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દીધી છે. 24 કલાક સતત કામ ચાલી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામની પ્રગતિ અંગે અધિકારીઓ સાથે આજે સમીક્ષા કરવામાં આવી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં હાલ સ્ટીલ અને કોંક્રીટનું કામ પૂર્ણ થઈ ગયું છે. સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા 182 મીટર ઉંચી બનાવવામાં આવી છે.
[[{"fid":"180361","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ પહેલા પણ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે સાધુ બેટ પહોંચ્યા હતા. તો આ વખતે તેઓ બીજાવાર ત્યાં પહોંચ્યા છે.
શેમાંથી બનાવવામાં આવી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા?
દુનિયાનું સૌથી ઉંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં બની રહ્યું છે ત્યારે આ સ્ટેચ્યુનું 85 ટકા જેટલું કામ પૂરું થઇ ગયું છે અને જેમાં કોન્ક્રીંટનું કામ 100 ટકા પૂરું થયું છે. લગભગ 68000 મેટ્રિક ટન કોન્ક્રીટ વપરાયું, 5700 મેટ્રિક ટન જાડા -પાતળા સળિયા વપરાયા છે. જેના પર શરીરના ઢાંચામાં ફ્રેમિંગ કરી 1900 મેટ્રિક ટન કાંસાથી સ્ટેચ્યૂ તૈયાર થઇ જશે.
[[{"fid":"180363","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
મળતી માહિતી અનુસાર, વિશ્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ જયારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે દેશના વડા પ્રધાન ઉપરાંત અન્ય ચાર દેશોના રાષ્ટ્ર પ્રમુખ, અગીયાર રાજ્યોના મુખ્ય મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. આ તબક્કે સુરક્ષાથી લઇને તમામ પ્રકારના આયોજન અંગે ચર્ચા કરવા આજે એક બેઠક રાખવામાં આવી છે. જેમાં સ્થાનીક અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ, નર્મદા નિગમના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે, ભાજપાના રાજકીય આગેવાનો પણ હાજર રહેશે.