સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના કાર્યક્રમને લઈ તંત્ર એલર્ટ, નર્મદા જિલ્લામાં કલમ 144 લાગુ
મહત્વનું છે કે, સરદાર સરોવર પાસે સાધુ બેટ પર બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કરવાના છે.
નર્મદાઃ આગામી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે આ લોકાર્પણને લઈ નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર ગંભીર બન્યું છે. નર્મદા જિલ્લામાં 31 ઓક્ટોબર સુધી 144ની કલમ લાગુ કરી દેવાઈ છે. જેથી હવે નર્મદા જિલ્લામાં સભા-સરઘસ પર પ્રતિબંધ લાગી ગયો છે. સાથે જ જિલ્લામાં હથિયારબંધી ફરમાવી દેવાઈ છે. શસ્ત્રોનું પ્રદર્શન પણ નહીં કરી શકાય. સ્ફોટક પદાર્થ, પથ્થર ફેંકવા પર પણ પ્રતિબંધ લાગી ગયો છે. જિલ્લામાં પૂતળાદહન તથા સૂત્રોચ્ચાર કરવા પર પણ રોક લગાવાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમના સંભવિત વિરોધ પ્રદર્શનને ઠારવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુબઈના બુર્જ ખલિફા ઈમારતની માફક દર્શાવાશે ફિલ્મ