MLA V/s MP : દેશમાં પ્રથમ વખત સાંસદ અન ધારાસભ્ય વચ્ચે ઓપન ડિબેટ થશે
Narmada Politics : સાંસદ મનસુખ વસાવાએ આવતીકાલે રાજપીપળાના ગાંધી ચોક ખાતે ચર્ચા કરવા ચૈતર વસાવાને આપ્યું ખુલ્લુ આમંત્રણ... ભ્રષ્ટાચારના આરોપ બાદ ચૈતર વસાવાએ જાહેરમાં ડિબેટ કરવા ફેંક્યો હતો પડકાર...
Mansukh Vasava Vs Chaitar Vasava : દેશમાં પ્રથમ વખત સાંસદ અન ધારાસભ્ય વચ્ચે ઓપન ડિબેટ થવાની છે. આવતીકાલે ભાજપ અને આપના નેતા વચ્ચે ઓપન ડિબેટમાં એક મંચ પર સામ સામે આવશે. સાંસદદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 1 એપ્રિલના રોજ સવારે 10 વાગે રાજપીપલા ગાંધી ચોક ખાતે ડિબેટ કરવા માટે ખુલ્લું આહ્વાન આપ્યું છે. ત્યારે મનસુખ વસાવાની ઓપન ચેલેન્જને AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્વીકારી છે. ત્યારે આવતીકાલે પહેલીવાર આવો નજારો જોવા મળશે કે સાંસદ અને ધારાસભ્ય ઓપન ડિબેટ કરશે.
નેતાઓ દ્વારા આધિકારી અને કોન્ટ્રાક્ટરો પાસેથી હપ્તા ઉઘરાવાતા હોવાનો એક નનામો પત્ર તાજેતરમાં વાયરલ થયો હતો. સાંસદ મનસુખ વસાવાએ આ પત્રમાં સાચી હકીકત વર્ણવી હોવાનું જણાવ્યું હતુ. નનામાં પત્રમાં ભાજપ અને આપના નેતાઓના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો, જેઓ ભ્રષ્ટાચાર કરે છે. જેના બાદ નર્મદાના બે દિગ્ગજ નેતાઓએ ઓપ ડિબેટ માટે ચેલેન્જ ફેંકી હતી. મનસુખ વસાવાએ ખુલ્લો પડકાર આપ્યો, અને AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેને સ્વીકાર્યો છે.
આબુ ફરવા જનારા ગુજરાતીઓને મોટો ઝટકો, આજ રાતથી વધી જશે તમારું ફરવાનું બજેટ
મનસુખ વસાવાએ ચૈતર વસાવાને 1 એપ્રિલના રોજ સવારે 10 વાગે રાજપીપલા ગાંધી ચોક ખાતે ડિબેટ કરવા માટે ખુલ્લું આહવાન આપ્યું હતું. ચૈતર વસાવા અને મનસુખ વસાવા હાલ નર્મદા જિલ્લા ભ્રષ્ટાચાર મુદ્દે આમને સામને આવ્યા છે. ચૈતર વસાવાએ મનસુખ વાસવાને જાહેરમાં ડિબેટ કરવા માટે કહ્યું હતું. જે મુદ્દે આજે મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા થકી ચૈતર વસાવાને ડિબેટ માટે આવકાર્યા હતા. તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ડિબેટમાં હાજર રહેવા આહ્લાન કર્યું છે.
આ પહેલા ચૈતર વસાવાએ જાહેરમાં ડિબેટ માટે મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો. મનસુખ વસાવાએ પડકારનો સ્વીકાર કરતાં ડિબેટ કરવા આમંત્રણ આપ્યું હતું. મનસુખ વસાવાએ ટ્વીટ કરીને ચૈતર વસાવાને આમંત્રણ આપ્યું હતું. ડિબેટમાં મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનોને હાજર આહ્વાન કર્યું છે. ડિબેટમાં મોટી સંખ્યામાં કાર્યકરોને બોલાવવા નેતાઓ કામે લાગ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકરોને બોલાવવા AAP ના નેતા કામે લાગ્યા છે.
ગુજરાતી કવિ દુલાભાયાએ 100 વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણી સાચી પડી, ઘરે ઘરે થઈ રહ્યુ છે