ભરત ચુડાસમા/ભરૂચ :ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી ૨૫.૫૦ ફૂટે પહોંચી ગઈ છે. સરદાર સરોવર ડેમ માંથી સતત પાણીની આવકના પગલે સપાટીમાં વધારો થયો છે. ભયજનક સપાટી પાર થતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. તો સાથે જ પાણીનું લેવલ વધતા નીચાણવાળા વિસ્તારોમાં ડર ભરાઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નસવાડી : નાળામાં કાર ફસાતા બે શિક્ષકોના જીવ તાળવે ચોંટ્યા, જુઓ પછી શું થયું


ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટીએ ભયજનક લેવલ પાર કરી લીધું છે. નદીનું લેવલ ૨૫.૫૦ ફૂટે પહોંચી જતા તંત્ર એલર્ટ થયું છે. ત્યારે તંત્ર દ્વારા ભરૂચ ગોલ્ડન બ્રિજ નીચે આવેલ આવેલ ઝૂપડપટ્ટીના રહીશોને સલામત સ્થળે ખસેડાયા છે. અસરગ્રસ્તોની જમવાની વ્યવસ્થા પાલિકા દ્વારા નજીકના ગુરુદ્વારામાં કરવામાં આવી છે તેવુ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાલાએ જણાવ્યું હતું. 



ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમની સપાટી હાલ 133.84 મીટર પર પહોંચી ગઇ છે. ઉપરવાસમાંથી 5,55,021 ક્યૂસેક પાણીની આવકને પગલે ડેમના 23 દરવાજા ખોલીને હાલ 4,04,900 ક્યૂસેક પાણી નર્મદામાં છોડાઈ રહ્યું છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના 40થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :