જયેશ દોશી/નર્મદા : નર્મદાની જીવાદોરી સમાન નર્મદા સુગર ફેક્ટરીને વધુ એક રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત હાલ કરાઈ છે.અગાઉ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નર્મદા સુગર ફેકટરીના ચેરમેન ઘનશ્યામ પટેલને “ઇન્ડસ્ટ્રીયલ એક્સલન્સ”રાષ્ટ્રીય એવોર્ડથી ધી સુગર ટેક્નોલોજી એસોસિયેશન ઓફ ઇન્ડિયા નવી દિલ્હી અને મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વાર 77 માં એન્યુઅલ કન્વેશનલ દ્વારા આપવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસીકરણ મુદ્દે હેલ્થ વર્કર્સમાં ખુબ જ ઉત્સાહ, એક દિવસમાં રેકોર્ડ 762 લોકોએ રસી લીધી


નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી,ધારીખેડા “નર્મદા સુગર“ને 2019-20 ના વર્ષ માટે “ઉચ્ચ રિકવરી  સાથે સુદઢ નાણાકીય આયોજન”  માટે પ્રથમ એવોર્ડ“નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેકટરી લી તરફથી આપવાની જાહેરાત થઈ છે.નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ ભાઈ પટેલને આ એવોર્ડ આગામી 26 માર્ચ 21 ના રોજ નેશનલ સુગર ફેડરેશન તરફથી કેવડિયા એકતા ઓડિટોરિયમ ખાતે આપવામાં આવશે.ઉત્તમ ક્વોલિટીની ખાંડ બનાવવાની સિદ્ધિ નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલના નેતૃત્વને પરિણામે મેળવી શકાઈ છે અને એ જ કારણે મહત્તમ એક્સપોર્ટનો લક્ષ્યાંક પણ પ્રાપ્ત કરી શકાયો છે.


[[{"fid":"305729","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(મંડળીને મળેલું પ્રમાણપત્ર)


જયેશ પટેલને ડામવામાં સરકાર નિષ્ફળ, પટેલ યુવાનના મોઢામાં ગોળી મારી દીધી અને...


આ જ વર્ષનો આ આ બીજો એવોર્ડ મળવાથી ખેડૂતો આનંદીત થયા છે.12 રાષ્ટ્રીય એવોર્ડ અને 7 રાજ્ય કક્ષાના એવોર્ડ સાથે આ 19 મોં એવોર્ડ નર્મદા ધારીખેડા સુગર ફેકટરીના નામે થયો છે.ત્યારે  નર્મદા સુગર ફેક્ટરીના કર્મચારીઓ અને શેર હોલ્ડરોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે અને ચેરમેનઘનશ્યામભાઈ પટેલ  તથા એમડી નરેન્દ્રભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કર્મચારીઓ ને અભિનંદન આપી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube