ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટવાસીઓને મુખ્યમંત્રી રૂપાણી (vijay rupani) એ મોટી ભેટ આપી છે. રાજકોટવાસીઓને હવે પાણી મુદ્દે કોઈ પારાયણ નહિ થાય. સૌની યોજના દ્વારા રાજકોટ (Rajkot) ના ન્યારી ડેમમાં 300 ક્યુસેક પાણી આપવામાં આવશે. મંગળવાર સુધીમાં ડેમમાં નર્મદા નીર પહોંચી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ શહેરમાં નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિર્ણય લેવાયો છે. સમગ્ર રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમ (nyari dam) માં સૌની યોજના (sauni yojana) અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. તેમજ આજે સવારથી આ પાણી પહોંચાડવા પમ્પિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.


સૌની યોજના અંતર્ગત રાજકોટના ન્યારી ડેમ માં  આપનારું આ પાણી મંગળવારે સવાર સુધીમાં ન્યારી ડેમમાં પહોંચશે. ન્યારી ડેમ મારફત આ પાણી રાજકોટ શહેરને આપવાનું શરૂ થવાથી પશ્ચિમ રાજકોટના લોકો નાગરિકોની પીવાના પાણીની સુવિધામાં વધારો થશે.