અમદાવાદ : બહુચર્ચિત નરોડા પાટિયા હત્યાકાંડ કેસ મામલે આરોપીઓએ સજા ઓછી કરવા આપેલી અરજીની આજે સુનાવણી હાથ ધરાઇ છે. જેમાં કોર્ટે પોલીસની કામગીરીને લઇને સવાલો ઉઠાવતાં ટકોર કરી છે કે, સાક્ષીઓના નિવેદન તપાસવામાં પોલીસે ઢીલી નીતિ અપનાવી હોવાનું લાગી રહ્યું છે. અહીં નોંધનિય છે કે, વર્ષ 2002ના ચકચારી કેસમાં સજા પામેલા આરોપીઓએ કરેલી અરજીની આજે સુનાવણી હાથ ધરાઇ છે. બાબુ બજરંગી અને માયા કોડનાની સહિતના નેતાઓના ભાવિનો ફેંસલો થવાનો હોવાથી આ કેસને લઇને ચર્ચાઓ ઉઠી છે. સુનાવણી કરતાં કોર્ટે આ કેસના મુખ્ય આરોપી એવા બાબુ બજરંગીને દોષિત માન્યા છે, જ્યારે માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની વિગતો જોઈએ તો ગોધરા કાંડના પગલે નરોડા પાટિયામાં તોફાનો થયાં હતા જેમાં 97 લોકોને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારાયાં હતાં. આ મામલામાં 29 ઓગસ્ટ, 2012ના રોજ 32 આરોપીઓને સ્પેશીયલ કોર્ટે સજા ફટકારી હતી. આ મામલામાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી માયાબેન કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બાજરંગીને સજા આપવામાં આવી હતી. સ્પે.કોર્ટે આ મામલામાં માયાબેન કોડનાનીને 28 વર્ષની અને બાબુ બજરંગીને આજીવન કેદની સજા ફટકારી હતી,   


આ મામલામાં સ્પેશીયલ કોર્ટે અન્ય 30 આરોપીને પણ દોષિત ઠેરવ્યાં હતા જ્યારે બાકીના 29 આરોપીને નિર્દોષ છોડી મુકયાં હતા. હવે પ્રોસિકયુશન તરફથી આરોપીને ફાંસીની સજાની માંગ કરાઈ છે. આ મામલામાં સ્પેશીયલ કોર્ટે 23 આરોપીને 14 વર્ષથી વધુની સજા ફટકારી હતી જ્યારે 7 આરોપીઓને 21 વર્ષની સજા આપી હતી. આ મામલામાં માયા કોડનાનીને ગંભીર બીમારી સબબ હાઈકોર્ટે જામીન આપ્યા છે. આ મામલામાં આરોપી તરફથી સીટના ઓર્ડરને હાઈકોર્ટમાં ચેલેન્જ કરાયો હતો જ્યારે સીટ દ્વારા 29 આરોપીઓને નિર્દોષ છોડવાના ચુકાદાને પડકારાયો હતો.