જેતપુરની મહિલાની બિભત્સ તસ્વીરો સોશિયલ મીડિયા પર VIRAL, લોકો કરી રહ્યા છે વિચિત્ર કોલ
જેતપુરમાં એક મહિલા જ મહિલાની દુશ્મન બની છે, અને તેને યેન કેન પ્રકારે હેરાન અને માનસિક ત્રાસ આપી રહી છે. મુંબઈની મહિલાએ જેતપુરની મહિલાના ફોટો અને ફોન નંબર સોસીયલ મીડિયામાં વાયરલ કરીને માનસિક હેરાન કરી રહી છે. જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરીએ છે, કોણ છે આ મહિલા શા માટે તે બીજી મહિલાને હેરાન પરેશાન કરી રહી છે?
રાજકોટ : જેતપુરમાં એક મહિલા જ મહિલાની દુશ્મન બની છે, અને તેને યેન કેન પ્રકારે હેરાન અને માનસિક ત્રાસ આપી રહી છે. મુંબઈની મહિલાએ જેતપુરની મહિલાના ફોટો અને ફોન નંબર સોસીયલ મીડિયામાં વાયરલ કરીને માનસિક હેરાન કરી રહી છે. જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરીએ છે, કોણ છે આ મહિલા શા માટે તે બીજી મહિલાને હેરાન પરેશાન કરી રહી છે?
લાલચી સાસરિયા પુત્રવધુને દહેજ માટે કરી પરેશાન, સાસુ તમામ વસ્ત્રો ઉતારીને કહેતી...
જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ છે, જે મુજબ મુંબઈની રહેવાસી એવી ઉલિના શેખ નામની મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. જેમાં જેતપુર તાલુકામાં રહેતી એક મહિલાને તે ધમકી આપી રહી છે કે, તે તેના પતિ ને છુટા છેડા આપી દે અને ફરિયાદી મહિલા દ્વારા કરવામાં આવેલ ભરણ પોષણના કેસને પણ પાછો ખેંચી લેવા ધમકી આપી હતી. જો તે આમ નહિ કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદી મહિલાએ આમ નહિ કરતા મુંબઈની આ ઉલિના શેખે ફરિયાદી મહિલાના ફોટો, તેના બાળકો સાથેના ફોટો વગેરે સોશીયલ મીડિયામાં વાયરલ કરી નાખ્યા હતા. આ મહિલાને પરેશાન કરવા માટે સોશિયલ મીડિયાના મિત્રોને જણાવ્યું હતું. જેથી ફરિયાદી મહિલાના મોબાઈલ ઉપર સતત બીભત્સ મેસેજ અને વિડ્યો કોલ શરૂ થયા છે. જેના કારણે પીડિત મહિલાએ જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી છે અને તેના આધારે જેતપુર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોર્ડે દાણીલીમડામાંથી 37 બાળમજૂરોને છોડાવ્યા, થતુ હતું અમાનવીય વર્તન
શા માટૅ મુંબઈ ની મહિલા જેતપુર ની મહિલા ને પરેશાન કરે છે ?
મુંબઈની મહિલાએ જેતપુરની મહિલાના પતિની મિત્ર છે, અને જેતપુરની આ મહિલાનો ઝગડો તેના પતિ સાથે ચાલી રહેલ છે, અને જેતપુરની મહિલાએ તેના પતિ સામે 498 સહીત ભરણપોષણનો કેસ કરેલો છે. જેના કારણે જેતપુરની આ મહિલાના પતિની મુંબઈ સ્થિત સ્ત્રી મિત્ર ઉલિના શેખે એ તકરાર શરૂ કરી હતી. જેને લઈને કે વખત ઉલિના શેખ જેતપુર આવીને પીડિત મહિલાને ધમકી પણ આપી ગઈ છે. આમ છતાં કોઈ નક્કર પરિણાંમ ન આવતા અને પીડિત મહિલા ન માનતા તેણે તેનો પીડિત મહિલાનો નંબર અને તેના ફોટો સોશિયલ મીડિયામાં મૂકીને તેના સોશિયલ મીડિયાના મિત્રોને આ મહિલાને પરેશાન કરવા અપીલ કરી.
અમદાવાદ પોલીસની દાદાગીરી, માસ્ક ન પહેરનાર યુવકને જાહેરમાં માર માર્યો
જેને લઈને પીડિત મહિલાના મોબાઈલ ઉપર અનેક બીભત્સ વિડીયો કોલ અવાના શરૂ થઇ ગયા. જે અહીં ઉલ્લેખ કરી શકાય તેમ નથી, જેના ત્રાસ ને લઈ ને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરેલી છે. મુંબઈની આ ઉલિના શેખને શું સબંધ છે પીડિત મહિલા ના પતિ સાથે ? શું ઉલીનાને પીડિત મહિલાના પતિ સાથે કોઈ પ્રેમ સબંધ છે? શા માટે તે પીડિત મહિલાને તેના પતિને છૂટાછેડા આપવાનું દબાણ કરે છે, વગેરે મુદ્દે જેતપુર તાલુકા પોલીસે તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube