ઉદય રંજન/અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં યુવતીનો વિડિયો બનાવનાર આધેડને યુવતીઓએ સબક શીખવાડ્યો છે. જગતપુર રોડ પર આવેલ સેવી સ્વરાજ આકાંશા ફ્લેટ નજીક આધેડ વયનો પુરુષ યુવતીનો વિડીયો બનાવી હોવાની જાણ યુવતીઓને થઈ હતી. ફરિયાદી યુવતીનો આરોપ છે કે, તેને આધેડનો મોબાઈલ લઈને તેમાં તપાસ કરતા તેઓનો વિડીયો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આવતા સફરજન પોલીસ માટે બન્યા માથાનો દુખાવો, ફરી આજે પકડાયું...


જેથી આસપાસની યુવતીઓ એકઠી થઈને આધેડને માર માર્યો હતો. ત્યાર બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવતીની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી જયેશ પટેલે એસી રિપેરીંગનું કામ કરે છે. સી.ટી.એમ ચાર રસ્તા પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વિડીયોમાં તમે જોઈ શકો છે કે આખરે યુવતીઓ કેવી રીતે રણચંડી થઇ ને જાહેર માં આધેડ ની ધોલાઈ કરવા માં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube