સુરત :સુરતમાં નેશનલ ગેમ્સનું આયોજન કરાયું છે. નેશનલ ગેમ્સમાં 8 રાજ્યમાંથી 85 ખેલાડીઓ ભાગ લીધો છે. જેમાં સુરતની 19 વર્ષીય ફિલઝાહ ફામિતા કાદરીએ પણ ભાગ લીધો. ટેબલ ટેનિસ રમવા માટે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ફિલઝાહે નેશનલ ગેમ્સમાં ભાગ લીધો છે. છેલ્લા 10 વર્ષથી ફિલઝાહ ટેબલ ટેનિસ રમી રહી છે. 9 વર્ષની ઉમરથી ફિલઝાહે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. પરંતુ આ માટે તેને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. તેને પોતાના જ સમાજમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. શોર્ટ કપડા પહેરવાના કારણે  પરિવાર અને સગા સંબંધીઓએ વિરોધ કર્યો હતો. પરંતું માતાના સ્પોર્ટના કારણે અહીયા સુધી પહોંચી હોવાનું ફિલઝાહે જણાવ્યું હતુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં નેશનલ ગેમ્સનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ડબલ ટુર્નામેન્ટ ટેબલ ટેનિસમાં 8 રાજ્યોમાંથી 85 ખેલાડીએ ભાગ લીધો છે. તે પૈકી નેશનલ પ્લેયર ફિલઝાહની કહાની કંઈક રસપ્રદ છે. સુરતની 19 વર્ષીય ખેલાડી ફિલઝાહ ફાતિમા કાદરી કે તે ટેબલ ટેનિસની રમતમાં સક્રિય છે અને કઈ રીતે ગેમમાં આગળ વધવું ખુબજ સારી રીતે જાણે છે. ફિલઝાહ એક મુસ્લિમ રૂઢિચુસ્ત પરિવારમાંથી આવે છે. અને તે નવ વર્ષની તેની સફર ખૂબ જ સંઘર્ષમય રહી છે. 


આ પણ વાંચો : નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ, લો ગાર્ડન માર્કેટમાં ચણિયાચોળી ખરીદવા ભીડ જામી



તેણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તે નવ વર્ષની હતી ત્યારથી ટેબલ ટેનિસ રમે છે. સ્કૂલમાં ક્લાસ બંક કરવા માટે પોતે ટેબલ ટેનિસની રમવાની શરૂઆત કરી હતી. જ્યારે રમવાની શરૂઆત કરી ત્યારે તેના સમાજ અને સગા સંબંધીઓ તરફથી ઘણો વિરોધ થયો હતો. કારણકે ઘરમાંથી હિજાબ સિવાય બહાર નીકળતા નથી. ટેબલ ટેનિસનો ડ્રેસ કોડ જ શોર્ટ કપડા હોય છે. તેથી સૌથી પહેલા તેને સમાજમાં સંબંધીઓ દ્વારા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પરંતું પરિવારમાં એકમાત્ર માતા તેની સાથે હતી. જેના સપોર્ટથી તે આગળ વધી શકી અને આ મુકામ પર પહોંચી છે.