અમદાવાદ-ઉદેપુર હાઇવે પરથી પસાર થનારા ખાસ જાણી લે આ અપડેટ
- ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનને સમર્થન અપાયું છે. તેમજ મોડી રાત્રે શામળાજી હાઇવે પર હજારો લોકો વિરોધમાં ઉતરી આવ્યા
- રાજસ્થાનમાં અનામત આંદોલનનો મામલામાં અમદાવાદ-ઉદેપુર હાઇવે ગત રાત્રિથી બ્લોક કરાયો
ઝી મીડિયા/બ્યૂરો :શિક્ષણ ભરતીમાં અનામતની માંગને લઈને છેલ્લા 10-12 દિવસથી રાજસ્થાનના નેશનલ હાઈવે 8 પાસે કાંકરી ડુંગર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે આ વિરોધ પ્રદર્શને ગુરુવારે આક્રમક અને ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. ત્યારે રાજસ્થાન (rajasthan) ના આ આંદોલનની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનને સમર્થન અપાયું છે. તેમજ મોડી રાત્રે શામળાજી હાઇવે પર હજારો લોકો વિરોધમાં ઉતરી આવ્યા હતા. ત્યારે અરવલ્લી પોલીસે ટોળાને હિંસા કરતા અટકાવ્યા હતા.
આ પણ વાંચો : માત્ર 10 ચોપડી ભણેલા ગુજરાતના ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ 7 ઈન્ડસ્ટ્રી ઉભી કરી, સંઘર્ષ જ એમનો શોખ છે
નેશનલ હાઈવે બ્લોક
ગઈકાલે રાજસ્થાનમાં કાંકરી ડુંગરી પાસે હિંસા થઈ હતી. આ પથ્થરમારામાં 4 થી વધુ ગાડીઓ સળગાવાઈ હતી. તો રાજસ્થાનમાં અનામત આંદોલનનો મામલામાં અમદાવાદ-ઉદેપુર હાઇવે ગત રાત્રિથી બ્લોક કરાયો છે. આ કારણે નેશનલ હાઇવે પરનો ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. શામળાજી તરફ આવતા ટ્રાફિકને અંબાજી તરફ ડાયવર્ટ કરાયો છે. હિંસા અને તંગદિલી મામલે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. શામળાજી આશ્રમ ચોકડીથી વાહનો ડાયવર્ટ કરાયા છે.
આ પણ વાંચો : ઘેર-ઘેર જેના ભજનો ગવાતા તે બાળકને હવે ઓળખવો મુશ્કેલ છે, વરુણ ધવન જેવો સ્માર્ટી દેખાય છે
નેશનલ હાઈવે 8 પર તણાવભર્યો માહોલ
રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ભુવાલી પાસે નેશનલ હાઈવે 8 પર હજી પણ તણાવભરી સ્થિતિ બની છે. ઉપદ્રવીઓ થોડા થોડા સમયાંતરે પથરાવ કરી રહ્યાં છે. આંદોલનકારીઓએ મોતલી ક્રોસ પાસે અતિથિ હોટલમાં તોડફોડી કરી હતી. તો સાથે જ પોલીસના વાહનોમાં પણ આગચંપી કરી હતી. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથરાવ કર્યો હતો. જેને કારણે ગઈકાલથી જ ટ્રાફિક જામ છે.
આ પણ વાંચો : BiggBoss14 : સલમાને બતાવ્યો ઘરના અંદરનો એક-એક ખૂણો, સાથે જ કર્યો મોટો ખુલાસો
આંદોલનનું કારણ
શિક્ષક ભરતી 2018માં સામાન્ય વર્ગથી ખાલી પડેલ 1167 પદ માટે એસટી વર્ગના વિદ્યાર્થીઓથી ભરવાની માંગે લઈને એસટી વર્ગના વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકો છેલ્લાં 18 દિવસોથી ભૂવાલી ગામના કાંકરી ડુંગરી પર વિરોધમાં બેસ્યા છે. ગઈકાલે સાંજે તેઓએ હાઈવે જામ કર્યો હતો. આ મામલે સીએમ અશોક ગેહલોતે પણ તેમના ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો : ઢાબા સ્ટાઈલની કટિંગ ચાની યાદ આવે છે, તો હવે આ રેસિપીથી ઘરમાં બનશે એવી ચા