ઉદય રંજન/અમદાવાદ: દેશ વ્યાપી કાર ચોરી અને RTO પાસીંગ કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને લક્ઝુરિયસ કારની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના માસ્ટર માઈન્ડ એવા 2 આરોપીની ધરપકડ કરી છે. આ ગેંગએ દેશભરમાં 500થી વધુ ગાડીઓની ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે અને શું છે આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં! ગણેશ મહોત્સવનુ સ્ટેજ તોડી પાડ્યું, ઉત્સવ ન યોજવા


દ્રશ્યમાં જોવા મળતી લક્ઝ્યુરિયસ ગાડીઓ ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરનાર માસ્ટર માઈન્ડ એવા ઉત્તરપ્રદેશમાં મેરઠના અશરફ સુલતાન ગાજી અને ઝારખંડમાં રાંચીના ઈરફાન ઉર્ફે  પિન્ટુ પઠાણની ધરપકડ કરીને આંતરરાજ્ય કાર ચોરી અને RTO પાસીંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ બંને આરોપીઓ ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના વાહન ચોર સાથે મળીને ગેંગ બનાવી હતી. જેમની ગેંગમાં 20થી વધુ સભ્યો છે. જેઓ કાર ચોરી કરતા હતા અને ત્યારબાદ પકડાયેલા આરોપી અશરફ સુલતાન અને ઈરફાનને આપતા હતા. આ ગાડીના બદલામાં આરોપીઓ પોતાના સાગરીતોને 3થી 4 લાખ રૂપિયા આપતા હતા.


ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેશે! બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ આ વિસ્તારોને તરબોળ કરશે


લક્ઝ્યુરિયસ કારની ચોરી કરતી આ ગેંગની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો આ ગેંગ જુદા જુદા રાજ્યોમાં કારના લોકની સિસ્ટમ ની સુરક્ષાને ડી કોડ કરીને 500થી વધુ પ્રીમિયમ કારની ચોરી કરેલ છે. કોઈ પણ કાર હોય તેનું ફીચર્સ ગમે તેટલી સુરક્ષા આપતા હોય તેને ટેક્નિકલ મદદથી સેન્સર વાળૂ લોક ડી કોડ કરતા હતા. જેમાં લેપટોપ દ્વારા ગાડીઓના લોક નો કોડ બદલીને નવો કોડ નાખીને લોક તોડીને ગાડીની ચોરી કરતા હતા. 


કોણ છે ગુજરાતની શાંતિના દુશ્મન?ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો,સ્થિતિ તંગ


ત્યારબાદ આરોપી ઓ ગાડીઓના એન્જિન ચેસીસ નંબર બદલી નાખી અન્ય ગાડીઓના નંબર નાખી દેતા હતા. જે સેવન સિસ્ટર રાજ્યોના RTOના અધિકારીની મિલીભગતથી NOC લેટર બનાવીને RTO પાસીંગ કરાવતા હતા.. આ ગેંગ એક રાજ્યમાં ગાડીઓ ચોરી કરતી હતી અને બીજા રાજ્યોમાં લાખો રૂપિયામાં વેચાણ કરી દેતા હતા. 


ગુજરાતમા વધુ એક અનુસૂચિત સમાજના યુવા આગેવાનની હત્યા;4 વર્ષ પહેલાના કેસમાં સાક્ષી હતા


દિલ્હી શહેર ની એન્ટ્રી ઓટો થેફ્ટ સ્કોડ છેલ્લા દોઢ વર્ષથી અશરફ સુલતાને શોધી રહી હતી. આરોપી અશરફ સુલતાન અગાઉ 7 જેટલા ગુનામાં ઝડપાયો હતો. જ્યારે ઈરફાન પ્રથમ વખત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 1.32 કરોડની 10 લક્ઝ્યુરિયસ કાર જપ્ત કરી છે.


અમદાવાદમાં મહિલાનો મૃતદેહ મળ્યો; શું લાશ પર ચૂંદડી અને હાથ પર માતાજીના નામનું છુંદણુ