અંબાજીમાં નવરાત્રિ : વૈદિક પરંપરાથી ઘટ સ્થાપના કરાઈ, ભક્તો દર્શન માટે રાતભર લાઈનમાં ઉભા રહ્યાં
આજથી શારદીય નવરાત્રિ (Navratri) નો પ્રારંભ થયો છે. શક્તિપીઠ અંબાજી (Ambaji) ધામમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. આજે નવરાત્રિએ મંદિર 7.30 કલાકે ખૂલતાની સાથે જ ભક્તો દર્શન માટે તૂટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓ મોડી રાતથી જ લાઇનમાં ઉભા રહ્યા હતા અને સવારે દર્શન કર્યા હતા. ત્યારે આજે અંબાજી મંદિરમાં પરંપારિક રીતે ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે વહીવટદારના હસ્તે ઘટ સ્થાપન વિધિનું પૂજન કરાવામાં આવ્યું.
પરખ અગ્રવાલ/અંબાજી :આજથી શારદીય નવરાત્રિ (Navratri) નો પ્રારંભ થયો છે. શક્તિપીઠ અંબાજી (Ambaji) ધામમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. આજે નવરાત્રિએ મંદિર 7.30 કલાકે ખૂલતાની સાથે જ ભક્તો દર્શન માટે તૂટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓ મોડી રાતથી જ લાઇનમાં ઉભા રહ્યા હતા અને સવારે દર્શન કર્યા હતા. ત્યારે આજે અંબાજી મંદિરમાં પરંપારિક રીતે ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે વહીવટદારના હસ્તે ઘટ સ્થાપન વિધિનું પૂજન કરાવામાં આવ્યું.
અંબાજીના દ્વાર બે વર્ષ બાદ નવરાત્રિ (Navaratri 2021) એ ભક્તો માટે ખૂલતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તેથી જ ભક્તો માટે આ નવરાત્રિ ખાસ બનીને રહેવાની છે. મોડી રાતથી જ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર પહોંચી ગયા હતા. સવારે મંદિરના દ્વાર ખૂલે તેની રાહ જોઈ રહ્યા હતા. નવરાત્રિના પ્રથમ નોરતે જ દર્શનનો લ્હાવો લઈને ભક્તો ધન્ય થયા હતા.
આ પણ વાંચો : વડોદરા રેપ કેસ : પીડિતા, અશોક જૈન, રાજુ ભટ્ટ અને અલ્પુ સિંધી વચ્ચે આખરે શુ રંધાયુ હશે તે રાઝ ખૂલશે
દર્શનનો સમય રહશે
- આરતી સવારે 7:30થી 8:00
- દર્શન સવારે 8:00થી 11:30
- રાજભોગ બપોરે 12:00 કલાકે
- દર્શન બપોરે 12:30થી 4:15
- સાંજે આરતી 6:30થી 7:00
- સાંજે દર્શન 7:00થી 9:00
આ પણ વાંચો : ગુજરાતીઓની દિવાળી સો ટકા બગડવાની, ખાદ્ય તેલોના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભાવ વધારો
આજે નવરાત્રિના પ્રથમ દિવસે રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીએ પોતાના 5 વિભાગોની વેબસાઈટ સાથે એપ લોન્ચ કરી હતી. પૂર્ણેશ મોદી વહેલી સવારે માતાજીની મંગળા આરતીમાં દર્શને પહોંચ્યા હતા. જ્યાં સજોડે માતાજીની પૂજા અર્ચના સહિત આરતી કરી હતી. મંદિરના વહીવદાર એસ જે ચાવડાએ મંત્રી પૂર્ણેશ મોદીને શ્રીયંત્ર ભેટ અર્પણ કર્યું હતું અને ત્યાર બાદ પૂર્ણેશ મોદીએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા. પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આ એપ દશેરાથી પ્લે સ્ટોરમાં જોવા મળશે અને લોકો પોતાની ફરિયાદ ઘરે બેઠા જ સરકાર સુધી પહોંચાડી શકશે. જેમાં પ્રજાનો સમય સાથે ખર્ચ પણ બચશે અને ફરિયાદ સીધી સરકાર સુધી પહોંચશે. આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે સરકાર દ્વારા પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું હોવાની માહિતી આપી હતી. નવરાત્રિ નવ દિવસ અલગ અલગ મંત્રીઓ અલગ અલગ શક્તિપીઠો ઉપર જઈ નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરશે. સાથે જ તેમણે મોદી સરકારના 20 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા. અને દેશ વિશ્વ સત્તા ગુરુ બને તેવી આશા વ્યક્ત કરી હતી સાથે વડાપ્રધાન નકોડા નવરાત્રી કરતા હોય છે ત્યારે માતાજી તેમને શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરી હતી.