મોરબીમાં ભજવાતા આ નાટકમાં સ્ત્રી-પુરુષનો ભેદ મટે છે, માત્ર નવરાત્રિ જોવા મળે છે આ નજારો
મોરબીના રાજપર ગામે છેલ્લા ઘણા વર્ષથી ગાયોના લાભાર્થે ગામના યુવાનો દ્વારા ગામમાં નાટક (play) નું આયોજન કરવામાં આવે છે. જેમાં ગામના જ યુવાનો સ્ત્રી વેશ કરીને સ્ત્રી પાત્રો પણ ભજવતા હોય છે. મહત્વની વાત તો એ છે કે, આ ગામના બાળકો, યુવાનો કે વૃદ્ધોને આ પાત્ર ભજવવામાં કોઈ શરમ કે સંકોચ થતો નથી અને કોઈ પણને કોઈ પણ પાત્ર આપવામાં આવે તો તે વ્યક્તિ તેના પાત્રને પૂરતો ન્યાય આપે છે. દર વર્ષે નવરાત્રિ (Navaratri) માં ભજવાતા આ નાટક થકી ગામમાં આવેલ ગૌશાળા માટે દાન એકઠુ કરવામા આવે છે.