Cyclone Michaung Alert: સપના શર્મા/અમદાવાદ: હવામાન વિભાગે વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. વાવાઝોડાને મિચોંગ નામ આપવામાં આવ્યું છે. 4 ડિસેમ્બરની બપોર સુધીમાં તે આંધ્રપ્રદેશ અને તેની નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠાની નજીક પહોંચશે. જે પછી તે 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરશે. ત્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં આવનારા ચક્રવાત "માઈચોંગ" ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી રહી છે. આ સિવાય ચક્રવાતને જોતા દક્ષિણ મધ્ય રેલવેએ 144 ટ્રેન રદ કરી છે. તેમાંથી 118 ટ્રેનો લાંબા રૂટની છે. જ્યારે તમિલનાડુમાં 100 SDRF જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ ટ્રેનો થશે પ્રભાવિત?
• 4 અને 5 ડિસેમ્બર 2023ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ રદ ટ્રેન રહેશે.
• 03 અને 4 ડિસેમ્બર 2023 ના રોજ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.


કઇ ટ્રેન કયા રૂટ પર રદ કરાઇ હતી
તોફાનના કારણે મધ્ય રેલવેએ 3 થી 7 ડિસેમ્બર વચ્ચે ચાલનારી 144 ટ્રેન રદ કરી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમિલનાડુ, બેંગલુરુ, હૈદરાબાદ, નવી દિલ્હી, હાવડા, લખનૌ, વિશાખાપટ્ટનમ, તિરુપતિ, પુડુચેરી અને અન્ય રૂટ પર ચાલતી ટ્રેનને રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ટ્રેનોમાં વિજયવાડા જનશતાબ્દી (ટ્રેન નંબર 12077 અને 12078), નિઝામુદ્દીન ચેન્નાઈ દુરંતો (ટ્રેન નંબર 12269 અને 12270), ગયા ચેન્નાઈ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12389 અને 12390) અને બરૌની - કોઈમ્બતુર નંબર 12077 અને 3333 સ્પેશિયલ ટ્રેનન સમાવેશ થાય છે.


ટ્રેનોના સમય અને સ્ટોપેજ સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


મોઈચોંગ વાવાઝોડું કેટલુ શક્તિશાળી હશે
ચક્રવાત માઈચોંગ ( Michaung ) 4 ડિસેમ્બરની સાંજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. જેની અસરના ભાગરૂપે ઉત્તર તટીય તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના રહેવાસીઓ 3 ડિસેમ્બરે અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી ઉપર) અને 4 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદનો અનુભવ કરે તેવી શક્યતા છે.  IMD એ તમિલનાડુ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઓડિશા સહિત દક્ષિણના ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓની આગાહી કરી છે. વાવાઝોડાની અસરના ભાગરૂપે હાલ તમિલનાડુ પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. 


સાઈક્લોનિક સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ અમદાવાદ શહેરનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં એક તરફ ઠંડીનો ચમકારો તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉત્તર પૂર્વીય અરબસાગર અને ઉત્તર મહારાષ્ટ્રમાં સાયકલોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા છે. જેમાં આજે વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં હળવો અને છુટાછવાયા વરસાદની આગાહી છે.